જન્મ-મરણના દાખલાની વ્યવસ્થા વોર્ડવાઈઝ કરવા મનપામાં માંગ
એડવોકેટ ઝાકીર અગરીયા દ્વારા કમિશ્નરને રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતા જન્મ અને મરણ ના પ્રમાણપત્ર આર. એમ. સી. વોર્ડ ઓફિસ વાઇસ કરવા આર.એમ.સી.ના કમિશનરને લેખિતમા એડવોકેટ ઝાકીર આઈ આગરીયા દ્વારા રજુઆત કરાઈ છે.
હાલ રાજકોટ મહાનગર પાલિકામાંથી આપવામાં આવતા જન્મ અને મરણના પ્રમાણપત્રમાં થતી લાઈનોને અટકાવવી જોઈએ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવું જરૂરી છે.
તે માટે વોર્ડ વાઇસ કામગીરી સોંપી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકો પોતાના વોર્ડની વોર્ડ ઓફિસ જઈ અને જન્મ અને મરણના દાખલા કઢાવી શકે. લાંબી લાઈનોમાથી છુટકારો મળે. તેમજ સહેલાઈથી લોકો દાખલા કઢાવી શકે અને હાલાકી ભોગવવી ના પડે તે માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વહેલી તકે આ દિશામાં વિચારણા કરવી જોઈએ અને વહેલી તકે આની અમલવારી કરવામાં આવે તે વિચારવું જોઈએ. તેમજ લોકોને પોતાના વોર્ડ વિસ્તારમાં આવેલ કચેરી માથી આ દાખલાઓ મળી રહે. તેમજ જ્યાં સુધી આ બાબતે વિચારણા ચાલે ત્યાં સુધી રાજકોટ મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્ટાફ વધારી દેવામાં આવે તેમજ ઝડપી પ્રક્રિયા માટે થઈ સક્ષમ સ્ટાફ ને આ દાખલા નું કામ સોપવામાં આવે તેવી રજુઆત જાણીતા વકીલ ઝાકીર આઈ આગરીયા દ્વારા રાજકોટ મહાનગર પાલિકા ને કરવામાં આવેલ.


