શહેર ભાજપ દ્વારા બલિદાન દિવસ અંતર્ગત ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાએ પુષ્પાંજલી
તમામ બુથમાં પૂષ્પાંજલી કાર્યક્રમ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનો એક રાજનિતિજ્ઞ, વિચારક અને દેશભકત હતા ત્યારે તા. ૨૩ જૂન આપણા માટે પ્રેરણાદાયક દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી ’બલિદાન દિવસ’ તરીકે આજની યુવા પેઢી તેમને જાણે તે માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને પૂષ્પાંજલી અર્પણ કરવાના કાર્યક્રમો કરે છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં પુષ્પાંજલીનો કાર્યક્રમ આજ રોજ ’બલિદાન દિવસ’ અંતર્ગત રેસકોર્ષ ખાતે આવેલ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે પ્રતિમાને પૂષ્પાંજલી કરવામાં આવેલ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, મેયર નેહલભાઈ શુકલ, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, પ્રદેશ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ જોષીપુરા, કમલેશભાઈ મીરાણી, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ દંડક નેતા મનીષભાઈ રાડીયા સહિત શહેર ભાજપ હોદ્દેદારો, રાજકોટ શહેર આગેવાનો, તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતનાઓએ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. બલિદાન દિવસ અંતર્ગત રાજકોટ શહેરના દરેક વોર્ડમાં આવતાં બુથમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. આ તકે વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


