કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન સ્વ.રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વ. રાજીવ ગાંધીજીના રાષ્ટ્રપ્રેમ, દુરંદેશી નેતૃત્વ અને દેશના વિકાસ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમણે યુવાનોની આશાઓ અને ઉજ્જવળ ભવિષ્યને મજબૂત આધાર આપવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં હતા.
માહિતી પ્રૌદ્યોગિકી, શિક્ષણ, પંચાયતી રાજ અને આધુનિક ભારતના નિર્માણમાં તેમનું યોગદાન અતુલનીય રહ્યું છે. તેમના દુરંદેશી નેતૃત્વે દેશને પ્રગતિ અને વિકાસના નવા માર્ગ પર આગળ ધપાવ્યો હતો. ખાસ કરીને દેશના યુવાનોને લોકશાહીમાં વધુ સશક્ત બનાવવા માટે ૧૮ વર્ષની ઉંમરે મતાધિકાર આપવાનો ઐતિહાસિક નિર્ણય સ્વ. રાજીવ ગાંધીજીએ લીધો હતો, જેના કારણે દેશના કરોડો યુવાનોને પોતાના મતાધિકાર દ્વારા દેશના લોકતંત્રમાં સક્રિય ભાગીદારી કરવાનો અવસર મળ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વ. રાજીવ ગાંધીજીના વિચારો, સેવા અને સમર્પણ આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે અને આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતા રહેશે. દેશ તેમના યોગદાન પ્રત્યે સદૈવ કૃતજ્ઞ રહેશે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા યુવા કાર્યકરોએ સ્વ. રાજીવ ગાંધીજીના દર્શાવેલા માર્ગ પર ચાલી દેશસેવામાં સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આજ રોજ ડૉ.રાજદીપસિંહ જાડેજા સહિત ,જસવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી,વૈશાલી શીંદે, અર્જુનભાઈ ચોહાણ, મનીષા બેન રોજાસરા,ઠાકરશી ગજેરા, કેતન ભાઈ તાળાં, જગદીશસિંહ જાડેજા, નરેશ ભાઈ પરમાર,પ્રવીણ ભાઈ રોજાસરા, મેહુલ ભાઈ મકવાણા,હિરલબા રાઠોડ, સાંજના ગોહિલ,હેમાંગીબેન ગોંડલિયા, આભા દેસાઈ, શોભનાબેન પરમાર, કૃણાલ ચોહાણ, ગૌરવ પૂજારા, યુનુસભાઈ જુણેજા,રૈયા ભાઈ બાંભવા,હબીબ ભાઈ કટારીયા,રાહુલ ભાઈ સોલંકી,રમેશ દૈયા, અમિત ભાઈ ઠાકર,જિતેન્દ્ર ભાઈ ઠાકર,જીત ખોપકર, પ્રતિક વસોયા,મયુર શાહ, જગદીશ ભાઈ ડોડીયા, કિશન ભાઇ ગોંડલિયા, ડાયા ભાઈ શેઠિયા, મેઘરાજ સિંહ ગિરીશ ભાઈ પરમાર, જેન્તીભાઇ હીરપરા, વરુણ ભાઈ ધંધુકિયા, કમલેશ ભાઈ મકવાણા તેમજ કોંગ્રેસ ના કાર્યકર ભાઈઓ અને બહેનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


