જળસ્ત્રોતમાં દુષિત પાણી છોડતા ખાનગી એકમો સામે કાર્યવાહીના આદેશ કરતા કલેકટર
પડધરી, વાગુદળ સહિતના ગામોમાં ફરિયાદો ઉઠતા કલેકટરની GPSCને કડક સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં નદી-નાળા અને જળાશયોમાં દૂષિત પાણી છોડનાર ખાનગી એકમો સામે કડક કાર્યવાહી કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સૂચના આપી છે.
ખાનગી એકમો દ્વારા દૂષિત પાણીનું શુદ્ધિકરણ કર્યા વગર જ કોઈ એકમો દ્વારા નદી નાળામાં છોડવામાં આવતું હોય તો ત્વરિત જીપીસીબીમાં ફરિયાદ કરવા અપીલ કરી છે. જોકે બીજી બાજુ રાજકોટ જિલ્લાના સ્વચ્છતા અભિયાન દરમિયાન અનેક નદી-નાળામાં દૂષિત પાણી ખાનગી એકમો દ્વારા છોડવામાં આવતી હોવાની સફાઈ કામદારોમાં ફરિયાદો ઊઠી હતી.
રાજકોટ જિલ્લામાં તા.8થી 14 જૂન દરમિયાન ‘સ્વચ્છતા અભિયાન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી-નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
રાજકોટ તાલુકાના ત્રંબા ગામે જળાશયો અને તળાવોની સફાઈ કરવામાં આવી હતી, વરસાદની પાણીના નિકાલ દરમિયાન નદી-નાળાની સફાઈ પણ સરપંચ, તલાટી કમ મંત્રી સમક્ષ સફાઈ કામદારોએ ખાનગી એકમો દ્વારા દૂષિત પાણી છોડવામાં આવતું હતું.
પડધરીના થોરિયાળી ગામે ઘોઘમ નદીમાં ગટરનું દૂષિત પાણી છોડાવામાં આવતું હોવા અંગે જાગૃત ગ્રામજન મુકેશભાઈ ઝાલા દ્વારા સરપંચ અને તલાટીમંત્રીને પ્રશ્ને પૂછાયો હતો.જો ગ્રામપંચાયત દ્વારા જ આવી પ્રવૃત્તિ થતી હોવાથી મૂકપ્રેક્ષક બની હતી. અત્યારે નદીના દૂષિત પાણી ભેંસો સહિતના પશુઓ પીવા મજબૂર બન્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટના ભાગોળે આપેલ બાલાજી વેફર્સ કંપની દ્વારા છોડાતા દુષિત પાણીથી સાત ગામની જમીન અને ભૂગર્ભ જળને અસર થઇ હોવાની રાવ પણ ઉઠી હતી.


