દાણાપીઠ, પરાબજારમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વેપાર કરતા વેપારીઓ પર મનપા ત્રાટકયું
૧૪૭ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી ૯૭ આસામીઓને ૭૭ હજારનો દંડ ફટકારાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને “પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ”બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ની ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડની કાર્યવાહી કરવામાં આવી. શહેરના દાણાપીઠ તથા પરાબજાર ખાતે આવેલ સીમા પ્લાસ્ટિક, પાયલ પ્લાસ્ટિક, ક્રિષ્ના પ્લાસ્ટિક, મારુતિ પ્લાસ્ટિક, સદાશિવ પ્લાસ્ટિક,રાજુ પ્લાસ્ટિક, રામજી પ્લાસ્ટિક, ચંદારાણા પ્લાસ્ટિક, બાલમુકુન્દ પ્લાસ્ટિક, સિદ્ધિવિનાયક પ્લાસ્ટિક, પેકવેલ પ્લાસ્ટિક, જી કટારીયા પ્લાસ્ટિક, રઘુવીર પ્લાસ્ટિક, પ્રિતેશ પોલીપેક, પેરા માઉન્ટ પ્લાસ્ટિક ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ અને વેચાણ કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૨૦/૦૬/૨૦૨૬ ના રોજ ત્રણેય ઝોનમાંથી ૧૪૧ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ ૯૭ આસામીઓ પાસેથી રૂ ૭૭,૫૫૦ /-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પે મ કટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
નાગરિકો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો. શાકભાજી કે અન્ય ખરીદી માટે કાપડની થેલીઓનો (Cloth Bags) જ આગ્રહ રાખવો. ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી અને જપ્તીની કામગીરી ચાલુ રહેશે.


