By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરાનો પગપેસારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરાનો પગપેસારો

agragujaratnews
Last updated: 2024/07/19 at 8:41 PM
2 years ago
Share
સૌરાષ્ટ્રમાં જીવલેણ ચાંદીપુરાનો પગપેસારો
SHARE

જેતપુર, મોરબીથી રાજકોટ આવેલા 5 બાળકોના અને સુરેન્દ્રનગરના એક બાળકના મોતથી દોડધામ

માખી દ્વારા પ્રસરતો જીવલેણ ચાંદીપુરા રોગચાળો સૌરાષ્ટ્રમાં તેનો પગપેસારો કરી રહ્યો છે. રાજકોટમાં પાંચ બાળકોના શંકાસ્પદ મોત બાદ જેતપુરના એક બાળકનું પણ મોત થયાના અહેવાલ છે. આરોગ્ય તંત્રએ તકેદારીના તમામ પગલા લેવાના શરૂ કરી દીધા છે. રાજકોટની સરકારી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ અને તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ચાંદીપુરા રોગના શંકાસ્પદ દર્દીઓને રાજકોટ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Contents
જેતપુર, મોરબીથી રાજકોટ આવેલા 5 બાળકોના અને સુરેન્દ્રનગરના એક બાળકના મોતથી દોડધામગુજરાતમાં ૧૪ જિલ્લામાં કુલ 33 કેસ, ૧૬ મૃત્યુ

પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર, મોરબી, પડધરી પંથકમાંથી દાખલ થયેલા પાંચ બાળકના મોત નીપજ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર અનુસાર આ પૈકી એક બાળક કે જેનું મોત નીપજ્યું છે તે આવા કેસ નોંધાયા છે તે અરવલ્લી પંથકમાંથી આવેલ શ્રમજીવીનું બાળક હતું અને પડધરી પંથકમાં તે થોડા દિવસથી રહેતા હતા. મૃત્યુ પામનાર બાળકો ૬ માસથી ૧૩ વર્ષની ઉંમરના છે. એક બાળક હોસ્પિટલમાં દાખલ થઈને જાતે જ છૂટા થઈ ગયા હતા પરંતુ, સંબંધીઓનો સંપર્ક સાધતા આ બાળકનું મોત નીપજ્યાનું ખુલયું હતું. આ બાળકોને તાવ,આંચકી સહિતના વિવિધ લક્ષણો હતા અને પ્રાથમિક રીતે વાયરલ મેનેનજાઈટીસ (મગજનો તાવ)નું નિદાન ડોક્ટરો દ્વારા કરાયાનું જાણવા મળે છે. હવે તેના લોહી વગેરેના નમુના લઈને ચાંદીપુરા વાયરસ છે કે કેમ તે કન્ફર્મ કરવા સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલાયાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘે જણાવ્યું હતું.  

સુરેન્દ્રનગરથી અહેવાલ મૂજબ પાટડીના ખારાઘોડા ગામે રહેતી પાંચ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ હતી જ્યાં તેનું મોત નીપજ્યું છે. તેના સેમ્પલ પણ પૂના મોકલાયા છે. જામનગરથી અહેવાલ મૂજબ ધ્રોલ અને જામજોધપુર બે બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયાનુ જણાતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ બન્ને કેસો હજુ કન્ફર્મ થયા નથી પણ સંક્રમીત કેસ ગણીને સારવાર અપાઈ રહી છે. 

ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હોય તેમાં બાળકને (1) સખત તાવ આવવો (2) ઝાડા (3) ઉલ્ટી થવી (4) આંચકી કે ખેંચ આવવી અને (5) બેભાન કે અર્ધબેભાન જેવી સ્થિતિ થવી તે મુખ્ય લક્ષણો હોય છે. તબીબી સૂત્રો અનુસાર આ લક્ષણો મગજના તાવને મળતા આવતા હોય છે. જો કે ચાંદીપુરા વાયરસનું ટેસ્ટીંગ ગુજરાતમાં થતું ન હોય છેક પૂના મોકલવું પડે છે અને દિવસો બાદ તેના રિપોર્ટ આવે છે. 

ગુજરાતમાં ૧૪ જિલ્લામાં કુલ 33 કેસ, ૧૬ મૃત્યુ

ગુજરાતમાં ચાંદીપુરાના વધતા કેસથી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. ગુરૂવાર સુધીમાં રાજયમાં ચાંદીપુરા વાયરસના વધુ ચાર કેસ મળી આવ્યા છે. જયારે ૧ મૃત્યુ થયું છે. આ સાથે જ ગુજરાત રાજયના 3૦ સહિત કુલ 33 શંકાસ્પદ કેસો ચાંદીપુરાના મળી આવ્યા છે. જેમાં કુલ ૧૬ મૃત્યુ નોંધાયા છે. સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પૂણે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૭ સેમ્પલના પરિણામ આવ્યા છે. જેમાં ૬ સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે નેગેટીવ અને ફકત એક જ સેમ્પલ પોઝીટીવ નોંધાયો છે.

You Might Also Like

સાપુતારા મોન્સુન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ

સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો

ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર

દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ

ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ.૧૯૨નો ઘટાડો, ઘરેલુ બાટલામાં કિંમત યથાવત જ રહી
ગુજરાતરાજકોટ

 કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ.૧૯૨નો ઘટાડો, ઘરેલુ બાટલામાં કિંમત યથાવત જ રહી

Editor By Editor 6 days ago
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફની નિયુક્તિ હાસ્યાસ્પદ, “વ્હાલાઓ”ને જ સ્થાન અપાઈ રહ્યું છે? : મયુર શાહ
 વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ
ગણેશોત્સવમાં પી.ઓ.પી. તથા ૯ ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવા પર પ્રતિબંધ 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?