BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, SCA પૂર્વ પ્રમુખે જયદેવ શાહે સહપરિવાર બાલાજી દાદાના દર્શન કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ નજીક આવેલા બાલાજી હનુમાનજી મંદિરે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ના પૂર્વ પ્રમુખ તથા BCCI એપેક્સ કાઉન્સિલના સભ્ય જયદેવ શાહે પોતાના પરિવાર સાથે આસ્થાભેર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે BCCIના પૂર્વ ઓનરરી સેક્રેટરી નિરંજનભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ બાલાજી દાદાના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો અને સૌના સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીએ પુષ્પહાર પહેરાવી મહાનુભાવોનું સન્માન કર્યું હતું તેમજ પ્રસાદ અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજકોટના પૂર્વ કોર્પોરેટર નીલેશભાઈ જલુએ પણ બાલાજી હનુમાનજી મંદિરે દર્શન કરી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.


