અરવિંદભાઇ મણિયાર રીચર્સ સેન્ટર દ્વારા શાળા નં.૬માં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ
વિજેતા બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર(ટીમ મનદુરસ્તી) દ્વારા બાળકોની સુષુપ્ત પ્રતિભા અને કલાને યોગ્ય મંચ પૂરું પાડવા તથા તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજકોટના મેઘાણીનગર સ્થિત અરવિંદભાઈ મણીઆર શાળા નં.૬૧ ખાતે એક વિશેષ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યત્વે બે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું: ૧. નિબંધ સ્પર્ધા ર. વતૃત્વ સ્પર્ધા. કાર્યક્રમમાં શાળાના બાળકોએ પોતાની વિચારશક્તિ અને વક્તત્વ શૈલીથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જયપાલભાઈ ચાવડા(વોર્ડ-૧૭, પ્રમુખ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું હતું કે, આવા આયોજનોથી બાળકોમાં રહેલી કલા અને આત્મવિશ્વાસ ખીલે છે, જે તેમના ભવિષ્યના વિકાસ માટે અત્યંત જરૂરી છે. તેમણે તમામ સ્પર્ધકોના ઉત્સાહને પણ બિરદાવ્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય સચિનભાઈ શાવ, સંચાલન ધર્મેશભાઈ દવે અને પિયુષભાઈ ભુવા, નિર્ણાયક હેતલબેન શૂરેલિયા અને રાયબેન બોરીચા અન્ય અતિથિગણ રાજુભાઈ નૌધડવદરા, જયપાલભાઈ ચાવડા (પ્રમુખ ) અને વિનોદભાઈ સોલંકી (બક્ષીપંચ મોરચા) કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટર’ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમની અદભુત સફળતાનો વિશેષ શ્રેય તેના મુખ્ય વહીવટકર્તાઓ નિલેશભાઈ શાહ અને જાહ્નવીબેન લાખાણીની શ્રેષ્ઠ સંચાલન શક્તિ અને અથાગ મહેનતને જાય છે. તેમની સાથે આ સક્રિય ટીમમાં શ્રી રેણુકાબેન મહેતા, જયભાઈ બુંદેલા, કિશનભાઈ સોલંકી અને જયદીપભાઈ કટોસણિયાનો પણ સમાવેશ થાય છે. અંતમાં તમામ સહભાગી બાળકોને પ્રોત્સાહિત કરી કાર્યક્રમનું સુંદર સમાપન કરવામાં આવ્યું હતું.


