સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા
માધાપર ચોકડી પાસેની શ્રીનાથજી ફૂડમાંથી ૮૦૦ કિલો સહિત ૧૫૦3 કિલો સડેલો ખોરાક ઝડપાતા નાશ કરાયો : ૨૫ પેઢીને નોટીસ, રૂ.૧.૧૧ લાખના દંડની વસુલાત
રેસ્ટોરન્ટ, ફરસાણ, ઢોસા, દાળ પકવાન, પાંઉભાજી, પફ, છોલે ભટુરે, ઇંડાવાળા સહિતના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 87 પેઢી તથા રેસ્ટોરંટની તપાસ કરતાં કુલ 1503 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.1,11,300/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ.
માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયા, જામનગર રોડ, માધાપર ચોકડી પાસે આવેલ શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટસ પેઢીમાંથી પડતર પડેલ સિરિયલ પ્રોડક્ટ નો કુલ 800 Kg જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ રૂ.10,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.
જામનગર રોડ, માધાપર ચોકડી નજીક આવેલ જય ખોડિયાર રેસ્ટોરન્ટ માંથી 25 Kg નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી બાલાજી રેસ્ટોરન્ટ માંથી 10 Kg નાશ કરેલ છે અને નોટિસ આપેલ છે. તેમજ રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સીતારામ ફૂડ ઝોન માંથી 05 Kg નાશ કરેલ છે. આ નોટિસ આપેલ છે. તેમજ રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ક્રિશ ફાસ્ટ ફૂડ માંથી 10 Kg નાશ કરેલ છે. અને નોટિસ આપેલ છે. તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.
કોઠારીયા, સ્વાતિ મેઇન રોડ પર આવેલ ફેમિલી ફેન્સી ઢોસા માંથી 15 Kg નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સૂર્યા ઢોસા માંથી 10 Kg નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સીતારામ રેસ્ટોરન્ટ/રામદેવ રાજસ્થાની દાલબાટી 10 Kg નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. નાઇસ ફાસ્ટ ફૂડ 10 Kg નાશ નાશ કરી નોટિસ આપેલ છે. સિવિલ હોસ્પિટલ કેન્ટીન/એસ.પી.એન્ટરપ્રાઇઝ માંથી 10 Kg નાશ કરેલ છે.
પુનિત નગર ૮૦ ft રોડ પર આવેલ ખોડલધામ ફાસ્ટફૂડ માંથી 09 Kg નાશ કરેલ છે. તેમજ રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જલિયાણ પાઉંભાજી માંથી વાસી પાઉંભાજી નો જથ્થો નાશ કરેલ છે તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી પેઢી માંથી વાસી મંચુરિયન નો 9kg જથ્થો નાશ કરેલ છે તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. બાપા સીતારામ નાસ્તા ગૃહ પેઢી માંથી 5 Kg અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. વી.એસ. ઢોસા પેઢી માંથી 17 Kg અખાદ્યચીજનો નાશ કરવામાં આવેલ છે તેમજ રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. મવડી ઢોસા હાઉસ, પટેલ રેસ્ટોરન્ટ, પટેલ સુરતી ઢોસા, શ્રી રાધે પરાઠા, શ્રી હરિ પરાઠા પેઢીની તપાસ કરવામાં આવી.
મવડી ચોકડી, બી.આર.ટી.એસ.બસ સ્ટોપ પાસે આવેલ શુંભમ ફેમિલી રેસ્ટોરન્ટ પેઢી માંથી 15 Kg ચટણી તથા કાચા શાકભાજીનો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. U.K.ડાઈનિંગ હૉલ & કેટરર્સ માંથી 30 Kg સડેલી ડુંગળી, કેળાં તથા કાચા શાકભાજીનો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સ્વામીનારાયણ પેટ પૂજા પેઢીને નોટિસ આપેલ છે તેમજ રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શિવ રેસ્ટોરન્ટ & કેટરર્સ પેઢીને નોટિસ આપેલ છે તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ગણેશ રેસ્ટોરન્ટ ને રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સુરતી મૈસૂર કાફે પેઢીને નોટિસ આપવામાં આવેલ છે.શ્રી રેસ્ટોરન્ટ, બોમ્બે વડાપાઉં & સેન્ડવિચ પીઝા, પૂજા ઢોસા પેઢીની તપાસ કરવામાં આવેલ.
બસસ્ટેન્ડ પાછળ આવેલ ઠાકોરજી રેસ્ટોરન્ટ પેઢી માંથી 15 Kg અખાદ્ય લોટ, શાકભાજી, મસાલા નો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી ચાઇનીઝ & પંજાબી માંથી 11 Kg સોસ, ચાઇનીઝ, પંજાબીની ગ્રેવી, મંચુરિયન નો નાશ કરેલ છે. તેમજ રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સુનિલ રેસ્ટોરન્ટ માંથી 4 Kg અખાદ્ય શાકભાજી,ચટણી તથા ગ્રેવીનો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્યામ છોલે-ભટુરે માંથી અખાદ્ય તેલ નો 3 Kg નાશ કરેલ છે. તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. રાજ ઘૂઘરા માંથી 2 લિટર અખાદ્ય ચટણીનો નાશ કરેલ છે. તેમજ રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. માં શક્તિ ગાંઠિયા માંથી અખાદ્ય તેલ/સાંભારા નો 6kg નાશ કરેલ છે. તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. નકલંગ નાસ્તા હાઉસમાં સ્થળ તપાસ કરી રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રીરામ લસ્સીની સ્થળ તપાસ કરી રૂ.100/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જય જલારામ પૌવા પેઢીનીસ્થળ તપાસ કરી રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જય અંબે માતાજી દાળપકવાન/પૌવા પેઢીની સ્થળ તપાસ કરી રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. હિના ફેમિલી રેસ્ટોરન્ટ પેઢીની સ્થળ તપાસ કરી રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. મહાદેવ દાળ પકવાન/પૌવા પેઢીની સ્થળ તપાસ કરી રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જલારામ ગાંઠિયા & ઘૂઘરા પેઢીની સ્થળ તપાસ કરી રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જય અંબે અલ્પાહાર પેઢીની સ્થળ તપાસ કરી રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. માધવ ડાઈનિંગ હૉલ પેઢીની સ્થળ તપાસ કરી રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જય દ્વારકાધીશ ડાઈનિંગ હૉલ પેઢીની સ્થળ તપાસ કરી રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જય મેલડીમાં ફાસ્ટ ફૂડ, ગણેશ મદ્રાસ કાફે, જલારામ ડાઈનિંગ હૉલ, અક્ષર ફેમિલી ડાઈનિંગ હૉલ, બંસીધર રેસ્ટોરન્ટ, ટેસ્ટી પીઝા, મુરલીધર ડેરીફાર્મ, મોમાંઇ વડાપાઉં, રામ રેસ્ટોરન્ટ, મુરલીધર રેસ્ટોરન્ટ, મમતા ડાઈનિંગ હૉલ, મધુભાઈ ગોરધનભાઈ ચેવડા વાળા પેઢીની સ્થળ પર તપાસ કરવામાં આવેલ.
કોટેચા ચોકથી હનુમાન મઢી, રૈયા રોડ પર આવેલ શ્રી હરી નમકીન, આર & બી કોર્પોરેશન, જે.કે. થાળ, તિરુપતિ મદ્રાસકાફે, જય ભવાની છોલેકુલચે, હુસેનભાઇ આમલેટ વાળા, રઘુવંશી ફાસ્ટ ફૂડ, ગનીભાઇ મદ્રાસ કાફે, સાંઈ દાબેલી, ધર્મનંદન લાઈવ પફ, દેવ ફાસ્ટ ફૂડ પેઢીની સ્થળ પર તપાસ કરવામાં આવેલ.
કાલાવડ રોડ, આત્મીય કોલેજ સામે આવેલ શ્રી રામ દાળપકવાન, પીઝા પીલ, ભગવતી નાસ્તા સેન્ટરને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. શ્રીનાથજી ફાસ્ટ ફૂડને હાઇજિન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ શ્રી ક્રિશ્ના દાળપકવાન, સ્વાદ અમ્રુત ચાઇ, અજય”સ કાફે, ટી પોસ્ટ, વર્ણીરાજ રેસ્ટોરન્ટ પેઢીની સ્થળ પર તપાસ કરવામાં આવેલ.
પેડક રોડ/સંતકબીર રોડ પર આવેલ શ્રી રવેચી હોટલ માંથી 6kg અખાદ્ય જથ્થાનો નાશ કરી લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. મહાવીર પાઉંભાજી & વેજ પુલાઉ પેઢી માથી 16kg પાઉંના પેકેટ, પુલાઉ, કાકડી/સમારેલા ટમેટાં અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે. તેમજ રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી રેસ્ટોરન્ટ માંથી 15 Kg પાઉં, ગ્રેવી, ચણાનો લોટ, બાફેલા શાકભાજીનો અખાદ્ય જથ્થાનો નાશ કરેલ છે. લાઇસન્સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. વિંટેજ ઢોસા પેઢી માથી 5 Kg સમારેલી કોબી, નૂડલ્સ, પાલક, શાકભાજી નો અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ આપેલ છે તેમજ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. G.J-5 ઢોસા માંથી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શિવમ ફાસ્ટ ફૂડ માંથી આજીના મોટા નો નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.


