By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગેસની આગમાં વેપાર-ધંધા દાઝ્યા!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગેસની આગમાં વેપાર-ધંધા દાઝ્યા!

Editor
Last updated: 2026/06/01 at 4:46 PM
3 days ago
Share
ગેસની આગમાં વેપાર-ધંધા દાઝ્યા!
SHARE

ગેસની આગમાં વેપાર-ધંધા દાઝ્યા!

19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ.42 નો વધારો કરાતા ભાવ 3113.50 પર પહોંચ્યો, છેલ્લા પાંચ માસમાં રૂ.1422નો વધારાનો ડામ લાગી ગયો

છોટુ ગેસ સિલિન્ડરમાં પણ રૂ. 11 નો વધારો કરાતા ભાવ 821.50 પહોચતા ગરીબ અને પ્રવાસી મજૂરોની ચિંતા વધી

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ તથા ગેસના વધતા ભાવોની સીધી અસર હવે દેશના ગ્રાહકો અને વેપાર-ધંધા પર જોવા મળી રહી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની સમીક્ષા અંતર્ગત 1 જૂનથી ફરી એકવાર 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોના ‘છોટુ’ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જાહેર કર્યો છે. પરિણામે હોટેલ, રેસ્ટોરાં, ધાબા અને નાના ફૂડ સ્ટોલ સંચાલકો પર વધુ આર્થિક બોજો આવ્યો છે, જ્યારે ઓછી આવક ધરાવતા પરિવારો અને પ્રવાસી મજૂરો માટે પણ ગેસનો ખર્ચ વધ્યો છે.
નવી કિંમતો અનુસાર દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ.42નો વધારો થતાં તેનો ભાવ રૂ.3113.50 થયો છે. બીજી તરફ કોલકાતામાં પરિવહન ખર્ચના કારણે રૂ.53.50નો વધારો લાગુ પડતાં ભાવ રૂ.3255.50 સુધી પહોંચી ગયા છે. સતત વધી રહેલા ભાવોને કારણે ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓમાં ચિંતા વધી છે, કારણ કે વધેલા ખર્ચની અસર હવે ખાદ્ય પદાર્થોના ભાવ પર પણ જોવા મળી શકે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે વર્ષના આરંભમાં જાન્યુઆરી મહિનામાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર રૂ.1691માં મળતો હતો, જે હવે વધીને રૂ.3113.50 થયો છે. એટલે કે માત્ર પાંચ મહિનામાં જ રૂ.1422.50નો જંગી વધારો નોંધાયો છે. ફેબ્રુઆરીથી શરૂ થયેલી ભાવવધારાની શ્રેણી મે મહિનામાં સૌથી વધુ તેજ બની હતી, જ્યારે એક જ ઝાટકે રૂ.993નો વધારો લાગુ કરાયો હતો.
સરકારે ગરીબ અને પ્રવાસી મજૂરો માટે ઉપયોગી ગણાતા 5 કિલોના ‘છોટુ’ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ રૂ.11નો વધારો કર્યો છે. દિલ્હીમાં આ સિલિન્ડર હવે રૂ.821.50માં મળશે, જ્યારે અગાઉ તેનો ભાવ રૂ.810.50 હતો. આ વધારો ખાસ કરીને એવા લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે, જેઓ પાસે કાયમી ગેસ કનેક્શન નથી અને નાના સિલિન્ડર પર નિર્ભર રહે છે.
જોકે ઘરેલુ વપરાશ માટેના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ હાલમાં યથાવત રાખવામાં આવ્યા છે, તેમ છતાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વધેલા ભાવોને કારણે પરિવહન ખર્ચ વધી રહ્યો છે. પરિણામે સામાન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ પર પણ તેની અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. વૈશ્વિક બજારમાં પણ ક્રૂડ ઓઈલમાં ફરી તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત સમાધાન અંગે અનિશ્ચિતતા ઉભી થતાં ડબલ્યુટીઆઈ ક્રૂડ બે ટકાથી વધુ વધીને 89.77 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 93.24 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ યથાવત રહેશે તો આગામી સમયમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.

 

પાંચ મહિનામાં રૂ.1422નો જંગી વધારો

જાન્યુઆરી 2026 ભાવ : રૂ.1691
જૂન 2026 ભાવ : રૂ.3113.50
કુલ વધારો : રૂ.1422.50
વધારો લગભગ 84 ટકા જેટલો

નવા કોમર્શિયલ સિલિન્ડર ભાવ

દિલ્હી
જૂનો ભાવ : રૂ.3071.50
નવો ભાવ : રૂ.3113.50
વધારો : રૂ.42
કોલકાતા
નવો ભાવ : રૂ.3255.50
વધારો : રૂ.53.50

‘છોટુ’ સિલિન્ડર પણ મોંઘું

5 કિલો ગેસ સિલિન્ડર
જૂનો ભાવ : રૂ.810.50
નવો ભાવ : 821.50
વધારો : રૂ.11
પ્રવાસી મજૂરો અને ગરીબ પરિવારો પર સીધી અસર

હોટેલ-રેસ્ટોરાંના ખર્ચમાં વધારો

* કોમર્શિયલ ગેસનો સીધો ઉપયોગ
* ધાબા, રેસ્ટોરાં અને ફૂડ સ્ટોલ પર વધારાનો બોજ
* ખાદ્ય પદાર્થોના ભાવ વધવાની શક્યતા
* ગ્રાહકોને મોંઘું ભોજન મળી શકે

ક્રૂડ ઓઈલમાં ફરી તેજી

* WTI ક્રૂડ : 89.77 ડોલર પ્રતિ બેરલ
* બ્રેન્ટ ક્રૂડ : 93.24 ડોલર પ્રતિ બેરલ
* બે ટકાથી વધુ ઉછાળો
* અમેરિકા-ઈરાન તણાવ મુખ્ય કારણ

ઘરેલુ ગેસ યથાવત, છતાં મોંઘવારીનો ખતરો

* 14.2 કિલો ઘરેલુ એલપીજીમાં કોઈ વધારો નહીં
* ગુજરાતમાં પાઈપલાઈન ગેસના ભાવ સ્થિર
* પેટ્રોલ-ડીઝલ અને સીએનજી અગાઉથી મોંઘા
* પરિવહન ખર્ચ વધતાં તમામ ક્ષેત્રે મોંઘવારીનું દબાણ વધ્યું

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલના લતીપુર ખાતે સોમવારે ‘નકલંક નેજાધારી રામામંડળ’નો મહોત્સવ
ગુજરાત

ધ્રોલના લતીપુર ખાતે સોમવારે ‘નકલંક નેજાધારી રામામંડળ’નો મહોત્સવ

Editor By Editor 5 days ago
IPL ફાઇનલ ઇફેકટ : અમદાવાદની હોટેલો હાઉસફૂલ, ફલાઇટના ભાડામાં બમણો વધારો
 ગુજરાતમાં આંધી-વરસાદનો ડબલ એટેક ; 5ના મોત
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ ’મન કી બાત’  આવતીકાલે યોજાશે
વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?