By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત

Editor
Last updated: 2026/05/25 at 4:47 PM
2 months ago
Share
ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત
SHARE

ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત

બગદાણા દર્શનાર્થે જતા બનેલો કરૂણ બનાવ : ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

 

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલથી બગદાણા દર્શનાર્થે ગયેલી એક ખાનગી બસને પરત ફરતી વખતે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે બસ પલટી ખાતા 2 મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.  આ બસમાં મહિલાઓ અને બાળકો સહિત 62 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જોઈએ આ અહેવાલ.

પુરષોત્તમ માસ નિમિત્તે ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે 4.30 વાગ્યે એક ખાનગી બસ જાત્રા માટે બગદાણા, રાજપરા, ઉંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળો પર જવા રવાના થઈ હતી. દર્શન કરી પરત ફરી રહેલી આ બસ (જેનો નંબર GJ18U 9985 છે) આજે વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, અહીંનો રોડ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઇડ આપવા માટે ખાનગી બસના ચાલકે બસ રિવર્સ લીધી હતી, તે જ સમયે બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડ થી નીચે ખાડામાં પલટી મારી ગઈ હતી. વહેલી સવારે બનેલી આ ગોઝારી ઘટનાને પગલે મુસાફરોની ચિચિયારીઓથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ 62 લોકો સવાર હતા.

આ અકસ્માતમાં 2 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાની 3 એમ્બ્યુલન્સ, 108ની 4 જેટલી એમ્બ્યુલન્સ, શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

એમ્બ્યુલન્સ ઉપરાંત ખાનગી વાહનો દ્વારા પણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિક યુવાનો,  સામાજિક કાર્યકરો, ધારાસભ્ય ના PA નિલેશભાઈ જેઠવા, અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા ઉપ પ્રમુખ મનીષભાઈ રૈયાણી, સદસ્ય નિલેશ કાપડિયા

શિવમ સાર્વજનિક ટ્રસ્ટના જય માધડ, ગીરીશભાઈ ગોહેલ, જગાભાઈ બાંભવા, રાજુભાઇ દાફડા, નરેશભાઇ ભાષા, સહિતના દોડી આવ્યા હતા. અને કાચ તોડી સામાજિક કાર્યકરોએ ઇજાગ્રસ્તો ને બહાર કાઢ્યા હતા.

તમામ ઈજાગ્રસ્તોને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

ઘટનાની ગંભીરતાને જોતા 112 પોલીસ સ્ટાફ અને વિવિધ રાજકીય આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ના PA નિલેશભાઈ જેઠવા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, જગદીશભાઈ રામાણી, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ, જય માધડ, સહિતના પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવારમાં મદદરૂપ થયા હતા. હાલ ગોંડલ તાલુકાના IPS પ્રખરકુમાર સહિતનો પોલીસ સ્ટાફ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

You Might Also Like

ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયોગીરીના ત્રાસ સામે તંત્ર લાલઘૂમ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

 ગોંડલના ખીજડાવાળા મામાદેવ મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી

ગોંડલના મોટા દડવા ગામમાં ચાર માસની પુત્રી સાથે માતાનો આપઘાત

 ગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં RMCમાં ચાલતું કૌભાંડ
ગુજરાતરાજકોટ

કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં RMCમાં ચાલતું કૌભાંડ

Editor By Editor 14 hours ago
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?