ઇગ્નુના સમર્થ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ
તા.૧૫ જુલાઇ સુધી છાત્રો ફોર્મ ભરી શકશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (સેન્ટ્રલ યુનિવર્સિટી, શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર)ના જુલાઈ 2026 ના સત્રમાં સમર્થ પૉર્ટલ પર ઓનલાઇન એડમિશન પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે. સર્ટિફિકેટ, પી.જી. ડિપ્લોમા, ડિપ્લોમા, બેચલર અને માસ્ટર ડિગ્રીના કુલ 350 જેટલા કાર્યક્રમોમાં ઓનલાઇન એડમિશન 15/07/2026 સુધી લઈ શકાશે. શૈક્ષણિક કાર્યક્રમો અંગેની તમામ વિગત અને એડમિશન માટેની લિંક સમર્થ પોર્ટલ તેમજ વેબસાઈટ www.ignou.ac.in પર ઉપલબ્ધ છે. ઈગ્નૂના કાર્યક્રમો UGC અને અન્ય સંબંધિત પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
SC/ST વિદ્યાર્થીઓ માટે ફી માફીની યોજના છે તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ શિષ્યવૃત્તિ યોજનાનો સંબંધિત વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે. વધુ માહિતી માટે કણકોટ મુખ્ય માર્ગ પર આવેલ ક્ષેત્રીય કેન્દ્ર – રાજકોટની મુલાકાત લઇ શકો છો. મોબાઇલ નંબર 9426600671 પર સંપર્ક કરી શકો છો અને rcrajkot@ignou.ac.in પર ઈ-મેલ કરી શકો છો. ડૉ. રૂપલ એમ. કુબાવત, રિજયોનલ ડાયરેક્ટર, રિજયોનલ સેન્ટર રાજકોટની યાદીમાં જણાવાયું છે.


