By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    10 hours ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    3 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    5 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા

Editor
Last updated: 2026/05/12 at 4:25 PM
11 hours ago
Share
ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
SHARE

ચૂંટણી પૂરી થતાંની સાથે જ વિવિધ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી તેજ બની

ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા

૨૦૦ મીટરનો ટીપી રોડ બનાવવાનો માર્ગ મોકળો બન્યો, દબાણ શાખાની બુલડોઝર કાર્યવાહીથી જમીન ખુલ્લી કરાવાઇ : ચુસ્ત બંદોબસ્ત સાથે કરાયેલી કાર્યવાહી : દબાણ કર્તાઓમાં ફફડાટ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે. જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે ફરીવાર આક્રમક વલણ અપનાવી ભીમનગર ચોક નજીક આવેલા ટીપી રોડ પર ખડકાયેલા દબાણોનો સફાયો કર્યો હતો. આ કામગીરી દરમિયાન 200 મીટરનાં ટીપી રોડ પરના 33 જેટલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જેનાથી વર્ષોથી રોકાયેલો માર્ગ હવે મોકળો બન્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ભીમનગર નજીક 200 મીટરના ટાઉન પ્લાનિંગ (TP) રોડ પર લાંબા સમયથી કાચા-પાકા બાંધકામો અનેના દબાણો ખડકાયેલા હતા. આ દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો અને સ્થાનિકો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. મનપા કમિશ્નરના કડક આદેશ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગની દેખરેખમાં આજે સવારથી બુલડોઝર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજીલન્સ શાખા અને ફાયર વિભાગની ટીમોને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રાખવામાં આવી હતી.

આ ડિમોલિશન કામગીરીમાં રહેણાંક અને વ્યાવસાયિક હેતુ માટે ખડકાયેલા 33 જેટલા ગેરકાયદે એકમોને તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રોડ પર અનેક દબાણો એવા હતા જ્યાં ખુલ્લેઆમ નોનવેજનું વેચાણ પણ કરવામાં આવતું હતું. જેના કારણે આસપાસના રહીશોમાં પણ નારાજગી જોવા મળતી હતી. તંત્ર દ્વારા નોનવેજના વેચાણ કરતા દબાણો સહિત તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

ટીપીઓ આર. ડી.પરમારે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મનપા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત આજે 200 મીટર ટીપી રોડ પર ખડકાયેલા 33 બાંધકામો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ 200 મીટરના રોડને પહોળો કરવાની અને આધુનિક બનાવવાની યોજના છે. આ રોડ ખુલ્લો થવાથી માત્ર ભીમનગર જ નહીં, પરંતુ નાનામૌવા અને મોટામૌવા વિસ્તારમાં વસતા હજારો નાગરિકોને સીધો ફાયદો થશે. હાલમાં આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધુ રહે છે, જે આ નવા અને પહોળા રોડને કારણે હળવું થશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મનપાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર સતત ફરી વળી રહ્યું છે. સરકારી જમીનો અને ટીપી રોડ પર થયેલા દબાણોને કારણે શહેરના વિકાસમાં અવરોધ આવતો હોવાથી તંત્રએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ભીમનગરની આ કામગીરી બાદ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરીને ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે તેવી સંકેતો મળી રહ્યા છે. આ ઓપરેશનને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You Might Also Like

 વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઑફ એજ્યુકેશનમાં ‘AI અને માતૃભાષા સજ્જતા’ કાર્યશાળા યોજાઈ

ઓખા-તિરૂપતિ એકસપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવતા સાંસદ માડમ

 જ્યોતી સીએનસી પ્રાયોજીત “ઓલ ઇન્ડિયા સોલો ડાન્સ ચેમ્પિયનશિપ – ૨૦૨૬નો તા.૨3મીએ ગ્રાન્ડ ફિનાલે

કોઠારીયા રોડ પર મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિત ચોરી

 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા
રાજકોટ

મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા

Editor By Editor 1 day ago
 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા
 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?