By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    4 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો

Editor
Last updated: 2026/05/11 at 4:06 PM
2 hours ago
Share
ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો
Oplus_16908288
SHARE

ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો

ઊંડા પાણી અને બે મગર વચ્ચે કલાકોની જહેમત બાદ વન વિભાગે મૃતદેહ બહાર કઢાયો

 

અગ્ર ગુજરાત, ઉના

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામ નજીક આવેલા નિર્મળ નીર તળાવમાંથી એક નીલ ગાય નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. તળાવ માં બે કરતા વધુ મગરના વસવાટની પુષ્ટિ થઈ હોવા છતાં વન વિભાગની ટીમે જીવના જોખમે સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ખાપટગામનાસ્થાનિકોએતળાવ માં નીલગાયનો મૃતદેહ તરતો જોયો હતો. તાત્કાલિક જસાધાર વન વિભાગ ને જાણ કરવામાં આવતા ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણિયા સહિતની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

વન વિભાગની ટીમે તળાવનું નિરીક્ષણ કરતા જણાયું કે તળાવમાં પાણીની ઊંડાઈ વધુ છે. સૌથી મોટોપડકાર એ હતો કે ફોરેસ્ટર જીતેન્દ્રભાઈબાંભણિયાનાજણાવ્યા મુજબ, તળાવમાં બેથી વધુ મગરનો કાયમી વસવાટ છે. ઊંડા પાણી અને મગરની હાજરી વચ્ચે નીલગાયના મૃતદેહને બહાર કાઢવાનું કાર્ય અત્યંત જોખમી અને પડકારજનક બની ગયું હતું.

જોકે, વન વિભાગની પ્રશિક્ષિત રેસ્ક્યૂ ટીમે હિંમત ન હારતા જીવના જોખમે કલાકો સુધી જહેમત ઉઠાવી. આખરે ભારે મહેનત બાદ નીલગાયના મૃતદેહને સફળ તાપૂર્વક તળાવની બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. રેસ્ક્યૂ કરાયેલા નીલગાયના મૃતદેહને વધુ તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યાં પશુ ચિકિત્સક દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

પ્રાથમિક અનુમાન મુજબ, નીલગાયનો શિકાર મગર દ્વારા કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગેની સત્તાવાર પુષ્ટિ થશે. તળાવમાં મગરના કાયમી વસવાટને કારણે ખાપટ અને આસપાસના ગ્રામજનોમાં ભારે ચિંતા અને દહેશત વ્યાપી ગઈ છે. સ્થાનિક ખેડૂતોના માલઢોર રોજિંદા પાણી પીવા તળાવે જતા હોવાથી મગર દ્વારા હુમલાનો ભય તેમને સતત સતાવી રહ્યો છે.

ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તળાવમાંથી મગરનું તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે. સાથે જ ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો કે, જો મગર દ્વારા ભવિષ્યમાં કોઈ નાના પશુઓ, જેમ કે ઘેટાં, બકરાં કે વાછરડાં પર હુમલો કરી શિકાર કરવામાં આવશે, તો શું વન વિભાગ નિયમોનુસાર મારણ કેસ ગણીને પશુપાલકોને નુકસાનીની સહાય ચૂકવશે ખરી?

વન વિભાગે હાલ ગ્રામજનોને તળાવ નજીક ન જવાની અને પશુઓને પણ દૂર રાખવાની સૂચના આપી છે.સાથે જ મગરની હિલચાલ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે.

You Might Also Like

 બગોદરા નજીક દારૂ ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં રેલમછેલ

 PNGમાં ૧.૫૦ અને CNGમાં રૂ.૧નો વધારો

દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ

રાજુલાના તત્વો જયોતિ વિસ્તારના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના વિનયગઢમાં ધમધમતી ખનીજની ખાણો પર તંત્રના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
રાજકોટ

ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા

Editor By Editor 4 days ago
 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ
ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?