જનરલ બોર્ડ પૂર્વે મનપામાં કોંગ્રેસનો હલ્લાબોલ
જંગ્લેશ્વર ડિમોલીશનના બિલમાં થયેલ ભ્રષ્ટાચાર, દુષિત પાણી સહિતના મુદ્દે કોર્પોરેશનમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું: ડિમોલીશન ખર્ચમાં તપાસના નામે ડિંડક થયાનો આક્ષેપ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ રાજકોટ મહાનગરપાલિકા ખાતે શહેરના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરમાં સતત વધી રહેલી જનસમસ્યાઓ, તંત્રની નિષ્ક્રિયતા અને મહાનગરપાલિકામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ મારફતે પ્રજાનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે. રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રિમોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ છતાં શહેરની હાલત દર્શાવે છે કે મોટાભાગની કામગીરી માત્ર કાગળો પૂરતી જ સીમિત રહી છે.
તાજેતરમાં શહેરમાં થયેલા મેગા ડિમોલેશન બાદ જવાબદારી નક્કી કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી કોઈપણ જવાબદાર સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સમગ્ર કાર્યવાહી માત્ર દેખાડો અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અગાઉ પણ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક દરમિયાન ત્રિકોણ બાગ ખાતે જનઆક્રોશ ધરણા કાર્યક્રમ યોજી શહેરના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા. તે સમયે પણ કોંગ્રેસે ગંદુ પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, ભ્રષ્ટાચાર, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી અને પ્રજાને પડતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે આજે પણ આ પ્રશ્નો યથાવત છે અને તંત્ર દ્વારા કોઈ અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ચોમાસાની ઋતુ દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને ગંદા પાણીના કારણે રોગચાળાના કેસોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અખબારી અહેવાલો મુજબ છેલ્લા એક અઠવાડિયામાં 1500થી વધુ રોગચાળાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા સ્થિતિને ગંભીરતાથી લેવામાં આવતી નથી.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,
રાજકોટની જનતા આજે ગંદા પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, રોગચાળો, અધૂરી કામગીરી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. મેગા ડિમોલેશન બાદ રચાયેલી SIT માત્ર લોકોનો રોષ શાંત કરવાનો પ્રયાસ સાબિત થઈ છે, કારણ કે આજ સુધી કોઈ જવાબદાર સામે કાર્યવાહી થઈ નથી. અવારનવાર પ્રજાના સુખાકારી માટેના પ્રશ્નોને લઈને રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આજ દિન સુધી ઘણા ખરા પ્રશ્નો યથાવત છે અને તંત્ર ભર નિંદ્રા માં હોય તેવું જણાઈ રહ્યું છે.ભાજપના કોર્પોરેટરો ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપે છે, પરંતુ આજે પોતાના જ વોર્ડમાંથી ગાયબ થઈ ગયા છે. કોંગ્રેસ સતત પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરી રહી છે. રાજકોટની જનતાએ જ્યારે પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટી ને રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા હોય ત્યારે પ્રજાના પ્રતિનિધિઓની પ્રથમ કામગીરી પોતાના વિસ્તારમાં રહેતા પ્રશ્નોના સુખાકારી માટેની હોવી જોઈએ અને રાજકોટ શહેરની અંદર આરોગ્ય, ગંદકી, ગંદુ પીવાનું પાણી તેમજ અન્ય પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ હોવું જોઈએ પરંતુ આ તંત્ર તદ્દન નિષ્ફળ સાબિત થયું છે,જ્યાં સુધી રાજકોટની જનતાને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને જરૂરી પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસની લડત ચાલુ રહેશે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકા તંત્રને શહેરના પ્રશ્નો અંગે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ સાથે ચેતવણી આપી હતી કે જો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે.ડૉ. રાજદીપસિંહ જાડેજા
જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, ડીપી મકવાણા , ગોપાલભાઈ અનગઢ , સંજયભાઈ અજુડીયા, નીતિન ભંડેરી, વૈશાલીબેન શિંદે, મેહુલ મકવાણા, જયદીપ મયાત્રા , હરદીપભાઇ રાઠોડ , આર્યનભાઈ કુરેશી , કરીનાબેન કુરેશી , હરેશભાઈ ભારાઈ , સુરેશભાઈ ગરૈયા, કનકસિંહ જાડેજા , ડાયાભાઈ શેઠિયા , દીપુ બેન રવૈયા, નિલેશભાઈ મારુ , હીરાભાઈ પરમાર , હેમાંગીબેન ગોંડલીયા , સુનિલભાઈ ચાવડીયા , રસિકભાઈ ભટ્ટ , એસાન ભાઈ ચૌહાણ , રણજીતભાઈ મુંધવા , જલ્પેશભાઈ વાઘેલા , સલીમભાઈ , કારીયાણીયા , જીતુભાઈ રાઠોડ , ભાવેશભાઈ વાઘેલા , યજ્ઞેશભાઈ જોશી , નીતિનભાઈ ભંડેરી , યોગીતાબેન વાડોલીયા , રાજુભાઈ ચાવડા ,હિરલબેન રાઠોડ , મેપાભાઇ કણસાગરા, ગૌરવભાઈ પુજારા , મયુરભાઈ શાહ , અલ્તાફભાઈ મેમોન , જયાબેન ચૌહાણ , ચંદ્રિકાબેન વરાણીયા , કિશનભાઇ ગોંડલીયા , મિલનભાઈ પરમાર, નયના બા જાડેજા , રૈયાભાઈ બાંભવા , જીગ્નેશભાઈ વાગડિયા , ધ્રુમિલ રાઠોડ , અનીશભાઈ જોશી , જગદીશ સિંહ જાડેજા, દીપેનભાઈ ભગદેવ, જયાબેન ટાક, નરેન્દ્ર પટેલ , ફેનિલભાઈ વોરા, બબીતાબેન ગઢીયા, સિકંદરભાઈ ડાકોરા, હાજીભાઈ ઓડિયા , અક્ષાંશ ગોસ્વામી, પ્રવીણભાઈ દેસાઈ , તુષારભાઈ નંદાણી, રાજુ અમરાણીયા, નરેન્દ્ર પટેલ,ઠાકરશી , ડૉ.રતિલાલ ભાઇ,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


