By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજી નદીમાંથી મળેલા માસૂમના કપાયેલા માથાનું 8 વર્ષ બાદ રહસ્ય ઉકેલાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આજી નદીમાંથી મળેલા માસૂમના કપાયેલા માથાનું 8 વર્ષ બાદ રહસ્ય ઉકેલાયું

Editor
Last updated: 2026/06/04 at 4:17 PM
2 months ago
Share
આજી નદીમાંથી મળેલા માસૂમના કપાયેલા માથાનું 8 વર્ષ બાદ રહસ્ય ઉકેલાયું
SHARE

આજી નદીમાંથી મળેલા માસૂમના કપાયેલા માથાનું 8 વર્ષ બાદ રહસ્ય ઉકેલાયું

બાળમજૂરીના કાળા કારોબારનો ભયાનક ચહેરો બહાર આવ્યો; પશ્ચિમ બંગાળના ઠેકેદારે હત્યા કરી મૃતદેહના ટુકડા કરી ફેંક્યાની આપી કબૂલાત

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરને વર્ષ 2018માં હચમચાવી નાખનાર એક ભયાનક હત્યાકાંડનો ભેદ આખરે આઠ વર્ષ પછી ખુલવાના આરે પહોંચી ગયો છે. આજી નદીના પટમાંથી મળેલા એક અજાણ્યા બાળકના ધડ વગરના માથાની ઘટનાએ તે સમયે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. લાંબા સમય સુધી બાળકની ઓળખ પણ થઈ શકી નહોતી અને પોલીસ માટે આ કેસ એક મોટું રહસ્ય બની ગયો હતો. હવે ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસની સતત તપાસ બાદ આ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં બાળમજૂરીના ગેરકાયદે રેકેટ સાથે સંકળાયેલા એક ઠેકેદારની સંડોવણી બહાર આવી છે.
18 ડિસેમ્બર, 2018ના રોજ રૂખડિયાપરા વિસ્તાર નજીક આજી નદીના પટમાંથી એક માસૂમ બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફોરેન્સિક નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાળકનું ધડ કે અન્ય અવશેષો ન મળતાં તેની ઓળખ કરવી લગભગ અશક્ય બની ગઈ હતી. બાળકના ચહેરાના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્કેચ તૈયાર કરાવવામાં આવ્યો હતો અને તેને જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિત વિવિધ જગ્યાઓએ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. દેશભરના ગુમ થયેલા બાળકોના રેકોર્ડ પણ ચકાસવામાં આવ્યા હતા, છતાં કોઈ સફળતા મળી નહોતી.
ઘટનાની ક્રૂરતા જોઈ શરૂઆતમાં પોલીસને શંકા હતી કે કદાચ આ કોઈ અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિ અથવા માનવબલિ સાથે સંકળાયેલો કેસ હોઈ શકે. આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અનેક તાંત્રિકો, શંકાસ્પદ વ્યક્તિઓ અને અવાવરું વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. ટાવર ડમ્પિંગ, ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક વિશ્લેષણ અને અન્ય ટેકનિકલ તપાસ છતાં કેસમાં કોઈ ચોક્કસ કડી હાથ લાગી નહોતી. પરિણામે વર્ષો સુધી આ કેસ અધૂરો જ રહ્યો હતો.
કેસમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક જૂન 2025માં આવ્યો હતો. રાજકોટના બેડી ચોકડી નજીક આવેલી ગોપાલ રેસિડેન્સીમાં એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સંયુક્ત કાર્યવાહી કરીને 19 જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આ બાળકોને પશ્ચિમ બંગાળમાંથી લાવી રાજકોટના ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગમાં ગેરકાયદે રીતે કામ કરાવવામાં આવતું હતું. બાળકો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં રહેતા હતા અને તેમને બંધક જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ બાળકોને તેમના વતન પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ જ આઠ વર્ષ જૂના હત્યાકાંડનો સૌથી મોટો તાર સામે આવ્યો હતો.
પશ્ચિમ બંગાળ પહોંચેલા બાળકોના પરિવારોમાંથી એક પરિવારે સ્થાનિક પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનો દીકરો વર્ષો પહેલાં અજીત મૌલા નામના ઠેકેદાર સાથે રાજકોટ કામ કરવા ગયો હતો, પરંતુ તાજેતરમાં મુક્ત કરાયેલા બાળકોમાં તેનો કોઈ પત્તો નહોતો. આ માહિતી રાજકોટ પોલીસ સુધી પહોંચતા જ વર્ષ 2018ના રહસ્યમય કેસની ફાઈલ ફરી ખોલવામાં આવી હતી. તપાસકર્તાઓએ બંને ઘટનાઓ વચ્ચેનો સંબંધ શોધવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે પુરાવાની કડીઓ જોડાતી ગઈ.
પોલીસે પશ્ચિમ બંગાળના અજીત મૌલા આજમત મૌલાની સઘન પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં આરોપીએ ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સતત પૂછપરછ અને મળેલા પુરાવાઓ સામે આખરે તે ભાંગી પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ સ્વીકાર્યું હતું કે તે ગરીબ પરિવારોના બાળકોને કામ અને કમાણીના સપના બતાવી ગુજરાત લાવતો હતો. વર્ષ 2018માં લાવવામાં આવેલા એક બાળક પાસેથી યોગ્ય રીતે કામ ન થતાં તે ગુસ્સે ભરાયો હતો. આ ગુસ્સો એટલો વધ્યો કે તેણે બાળક પર અત્યાચાર કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. જેમાંથી બાળકનું માથું રાજકોટની આજી નદીના પટમાંથી મળી આવ્યું હતું.
આરોપીની કબૂલાત બાદ હવે પોલીસ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવામાં વ્યસ્ત છે. વર્ષો પહેલાં મળેલા અવશેષો અને પશ્ચિમ બંગાળના પીડિત પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે જો ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવશે તો બાળકની ઓળખ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ જશે અને આરોપી સામે હત્યાની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
મુખ્ય આરોપી અજીત મૌલા હાલ પશ્ચિમ બંગાળમાં અન્ય એક ગુનામાં સજા ભોગવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડીએનએ રિપોર્ટ બાદ રાજકોટ પોલીસ કોર્ટની મંજૂરી મેળવી ટ્રાન્સફર વોરંટના આધારે તેની કસ્ટડી મેળવશે અને આગળની પૂછપરછ માટે રાજકોટ લાવશે.
માનવ તસ્કરીના મોટા નેટવર્કની આશંકા
આ કેસ માત્ર હત્યા પૂરતો મર્યાદિત નથી. તપાસમાં માનવ તસ્કરી અને બાળમજૂરીના ગેરકાયદે નેટવર્કની સંભાવનાઓ પણ સામે આવી રહી છે. પોલીસ હવે એવા તમામ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જેઓ બાળકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જઈ ગેરકાયદે મજૂરી કરાવતા હતા.
તપાસ એજન્સીઓ માને છે કે આ સમગ્ર રેકેટ પાછળ સંગઠિત ગેંગ કાર્યરત હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
આઠ વર્ષ સુધી અજાણ્યા રહેલા માસૂમ બાળકની ઓળખ હવે સામે આવવાની શક્યતા વધી ગઈ છે. વર્ષો સુધી રહસ્ય બની રહેલો આ કેસ હવે ઉકેલની નજીક પહોંચી ગયો છે. જો ડીએનએ રિપોર્ટ આરોપીની કબૂલાતને સમર્થન આપશે તો માત્ર એક હત્યાકાંડનો ભેદ જ નહીં, પરંતુ બાળમજૂરી અને માનવ તસ્કરીના ભયાનક કાળા કારોબારનો પણ મોટો પર્દાફાશ થશે. રાજકોટ પોલીસની સતત મહેનત અને નવી કડીઓ જોડવાની કુશળતાને કારણે વર્ષો જૂનું રહસ્ય હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, અને એક માસૂમ બાળકને ન્યાય મળવાની આશા ફરી જીવંત બની છે.

 

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ
રાજકોટ

21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ

Editor By Editor 2 days ago
સોના-ચાંદી પર દબાણ, ક્રૂડ ઓઈલમાં મિશ્ર ચાલ : ડોલર સામે રૂપિયાની નજર વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં સાવચેતીનો માહોલ
રાજકોટના શિવરામસિંહ ચુડાસમાએ સર્જ્યો ગોલ્ડન હેટ્રિકનો ઇતિહાસ
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
એનાલોગ પનીર-ચીઝ-બટર પર રાજ્યભરમાં સંપૂર્ણ પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?