By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 hour ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    5 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મિલકતોમાં રોકાણના નામે ગોંડલના ૮૮ વર્ષીય વૃદ્ધ સાથે રૂ.1.56 કરોડની છેતરપીંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મિલકતોમાં રોકાણના નામે ગોંડલના ૮૮ વર્ષીય વૃદ્ધ સાથે રૂ.1.56 કરોડની છેતરપીંડી

Editor
Last updated: 2026/04/20 at 3:59 PM
24 minutes ago
Share
મિલકતોમાં રોકાણના નામે ગોંડલના ૮૮ વર્ષીય વૃદ્ધ સાથે રૂ.1.56 કરોડની છેતરપીંડી
SHARE

મિલકતોમાં રોકાણના નામે ગોંડલના ૮૮ વર્ષીય વૃદ્ધ સાથે રૂ.1.56 કરોડની છેતરપીંડી

રોકાણના નામે વિશ્વાસમાં લઈ વર્ષો સુધી નાણાં પડાવ્યા; રાજકોટના શખ્સ સામે ગુનો નોંધાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલ શહેરમાં નિવૃત્ત ૮૮ વર્ષીય વૃદ્ધ સાથે લાખો નહીં પરંતુ કરોડોની છેતરપીંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મિલકતોમાં રોકાણ કરાવવાની લાલચ આપી ત્રણ-ચાર વર્ષમાં રકમ ડબલ કરવાની ખાતરી આપનાર રાજકોટના એક શખ્સે કુલ રૂ. 1,56,65,000ની રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદી દયાળજીભાઈ દેવરાજભાઈ મકવાણા (ઉંમર ૮૮), જે ગોંડલની બેંક સોસાયટી વિસ્તારમાં રહે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે સાત વર્ષ પહેલા તેમના ઘરે રસોઈ કામ કરતી મહિલાના પતિ રાજેશભાઈ સુરેશચંદ્ર શાહ (રહે. રાજકોટ) સાથે ઓળખાણ થઈ હતી. ઓળખાણ બાદ આરોપીએ પોતાને રાજકીય ક્ષેત્રના મોટા માણસો સાથે સારા સંબંધો હોવાનું જણાવી ધીમે ધીમે વિશ્વાસ જીત્યો હતો. આરોપી રાજેશભાઈએ દયાળજીભાઈને સમજાવ્યું હતું કે મિલકતોમાં રોકાણ કરવાથી મંત્રીઓના સંપર્કથી થોડા વર્ષોમાં નાણાં બમણા કરી આપી શકાય. આ મોહમાં આવી વૃદ્ધે પોતાની જીવનભરની કમાણી, પ્લોટ વેચાણની આવક, પ્રોવિડન્ટ ફંડ તેમજ શેર વેચાણમાંથી મળેલા નાણાં સહિત કુલ રૂ. 1.56 કરોડથી વધુની રકમ વર્ષ 2018 થી 2022 દરમિયાન અલગ-અલગ હપ્તામાં આરોપીને સોંપી હતી.
ફરિયાદ મુજબ, આરોપીએ ખાસ કાવતરું રચી વૃદ્ધના પરિવારજનોને આ સમગ્ર વ્યવહારથી અજાણ રાખવાનો પ્રયાસ કર્યો હતો. માટે તેણે દયાળજીભાઈનો એન્ડ્રોઇડ મોબાઈલ બંધ કરાવીને સાદો ફોન અપાવ્યો હતો, જેથી તેમની વાતચીત અથવા સ્થાન વિશે કોઈને જાણ ન થાય. જ્યારે પણ વૃદ્ધે રોકાણ સંબંધિત દસ્તાવેજો અથવા ખાતરી માંગવાની કોશિશ કરી, ત્યારે આરોપી મંત્રીઓના બહાના આપી વાત ટાળી દેતો હતો. સમયગાળો પૂર્ણ થયા બાદ દયાળજીભાઈએ પોતાનો મૂડી પરત માંગતાં આરોપીએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ પોતે છેતરાયા હોવાનો ભાન થતાં વૃદ્ધે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે આરોપી રાજેશભાઈ સુરેશચંદ્ર શાહ વિરુદ્ધ છેતરપીંડી સંબંધિત ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરવાની તથા આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી ચાલી રહી છે.

You Might Also Like

રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો

રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ

અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી

બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ

સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે ૨૮૦૦૦ આસામીઓ ટેન્કર મંગાવવા મજબૂર
રાજકોટ

 ભર ઉનાળે ૨૮૦૦૦ આસામીઓ ટેન્કર મંગાવવા મજબૂર

Editor By Editor 4 days ago
 ગોંડલના મોવિયામાં મધરાત્રે ડૉ. બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ
સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ
આનંદપર નવાગામમાં ભાજપની સભામાં હંગામો: બે મહિલાઓ વચ્ચે મારામારીથી અફરાતફરી
ખાંભામાં ’નકલી પોલીસ’ બની હનીટ્રેપનું જાળ બિછાવનાર શખ્સ અસલી પોલીસના સંકજામાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?