જૈન સોશયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા કચ્છથી આવેલી ગૌમાતાઓને ઘાસચારો અર્પણ કરાયો
નવકાર મંત્ર અને માંગલિક બોલી જઠરાગ્નિ ઠારતુ ગ્રુપ
અગ્ર ગુજરાત, રાજકોટ
જૈન સોશયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા કચ્છથી આવેલી ગૌમાતાઓ રતનપર પાસે આવેલા મેદાનની અંદર ટૂંક સમય માટે સ્થાયી થયેલ છે આ ગૌમાતાઓને ઘાસચારો અર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધવામાં આવેલ છે.આ અબોલ જીવોને લીલું, ઘાસચારો પૂરો પાડવા જૈન સોશયલ ગ્રુપ રાજકોટના પ્રમુખ મહેશભાઈ શાહ, પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ખજુરીયા, સેક્રેટરી વિરેન્દ્રભાઈ સંઘવી, ખજાનચી હરેશભાઈ દોશી, મિતલબેન શાહ, રીટાબેન ખજુરીયા, નિલેશભાઈ ભાલાણી એ આયોજનમાં ભાગ લીધો હતો. ગૌમાતાઓને ઘાસચારો દ્વારા તેમને ભોજન તો પણ પૂરું પડાયું પરંતુ આ તમામ જીવોને સાતા મળી રહે તે માટે નવકાર મંત્ર અને માંગલિક નું પઠન કરવામાં આવ્યું હતું. આ જીવદયા ના કાર્યમાં હંમેશા જેમનો સહકાર મળતો રહે છે અને જેમનું માર્ગદર્શન મળતું રહે છે તેવા જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના “જીવદયા અભિયાન” પનાહ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ ચેરમેન નિલેશભાઈ ભાલાણી (ભીમભાઇ), કે જેઓ મોરબી રોડ રતનપર પાસે કચ્છમાંથી આવેલી ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા સંભાળી રહ્યા છે એમને પણ હાજરી આપી હતી. આ કાર્યમાં સૌરાષ્ટ્ર રિજીયન નો પૂરતો સહકાર મળી રહેલ છે. આ જીવદયા ના કાર્યોમાં જૈન સોશયલ ગ્રુપ રાજકોટ વેસ્ટના પ્રદીપભાઈ પૂજાણીના માર્ગદર્શન તથા તમામ કમિટી મેમ્બર્સ, કારોબારી સભ્યો અને ગૃપના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.


