By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    6 hours ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    3 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જસદણના બાખલવડ નજીક આલણ સાગર તળાવમાં ડૂબી જતાં ચાર કિશોરના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જસદણના બાખલવડ નજીક આલણ સાગર તળાવમાં ડૂબી જતાં ચાર કિશોરના મોત

Editor
Last updated: 2026/04/27 at 4:33 PM
6 hours ago
Share
જસદણના બાખલવડ નજીક આલણ સાગર તળાવમાં ડૂબી જતાં ચાર કિશોરના મોત
SHARE

જસદણના બાખલવડ નજીક આલણ સાગર તળાવમાં ડૂબી જતાં ચાર કિશોરના મોત

રવિવારની રજા હોવાથી મોજ-મસ્તી કરવા જતા કરૂણાંતિકા સર્જાય : પરિવાર સહિત ગ્રામજનોમાં આક્રંદ

ચારેય કિશોરની એક સાથે અંતિમ યાત્રા નીકળતાં ગામ હિબકે ચડયું

અગ્ર ગુજરાત, જસદણ

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં રવિવારનો દિવસ અત્યંત કરુણ સાબિત થયો છે. બાખલવડ ગામ નજીક આવેલા આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબી જવાથી પીડાદાયક મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આજે સવારે ચારેય મૃતક કિશોરોની એક સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામ જોડાયું હતું. આ વેળાએ ગામ હિબકે ચડતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.

રવિવારની રજા હોવાથી આ ચારેય મિત્રો મોજ-મસ્તી કરવા માટે સાયકલ લઈને ન્હાવા માટે તળાવે પહોંચ્યા હતા. જો કે પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા ચારેય કિશોરો ડૂબી ગયા હતા. તળાવના કિનારે પડેલી સાયકલ અને કપડાં જોઈને જ્યારે પરિવારજનોને ઘટનાની જાણ થઈ, ત્યારે તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ કાફલો અને વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું. પ્રાથમિક તપાસમાં 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ ભારે જહેમત બાદ ચોથો કિશોર પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં રામુ ભાયા રાઠોડ (14 વર્ષ), કાળુ ભરત રાઠોડ (10 વર્ષ), રાજવીર સામત રાઠોડ (15 વર્ષ) અને કિશન મનસુખ રાઠોડ (15 વર્ષ)નો સમાવેશ થાય છે.

પોલીસ દ્વારા ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર આશાસ્પદ બાળકોના અકાળે અવસાનથી પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને ગામ તેમજ પંથકમાં શોક સાથે સન્નાટો વ્યાપી ગયો છે.

You Might Also Like

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગરૂમમાં સીલ

યાત્રાધામ વીરપુરમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું 53.73% મતદાન

જેતપુરમાં પૈસાની ઉઘરાણી બાબતે હોટલમાં તોડફોડ અને હોબાળો

જેતપુરના જેતલસર પાસેની ‘વ્રજ વાટીકા’ હોટલમાં ભીષણ આગ, લગ્ન મંડપ બળીને ખાખ

ગીર સોમનાથ જી.પં.માં 65 %, છ તાલુકા પંચાયતની 128 બેઠકો પર 65 થી 70 ટકા ધીંગુ મતદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત
ગીર સોમનાથ

સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત

Editor By Editor 5 days ago
ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે
 ગાર્ડી વિદ્યાપીઠની નર્સિંગ કોલેજ દ્વારા “લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની” યોજાઇ
 લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત
રાજકોટ બનશે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનું નવું ગેટવે!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?