By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જયુબેલી શાક માર્કેટ સાત દિવસમાં ખાલી કરો, વેપારીઓને નોટીસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 જયુબેલી શાક માર્કેટ સાત દિવસમાં ખાલી કરો, વેપારીઓને નોટીસ

Editor
Last updated: 2026/05/19 at 4:24 PM
2 days ago
Share
 જયુબેલી શાક માર્કેટ સાત દિવસમાં ખાલી કરો, વેપારીઓને નોટીસ
SHARE

 વિરોધ વચ્ચે મનપા માર્કેટ ખાલી કરાવવા મક્કમ

 જયુબેલી શાક માર્કેટ સાત દિવસમાં ખાલી કરો, વેપારીઓને નોટીસ

કેટલાક વેપારીઓ હાજર નહી હોવાથી થડા પર જ નોટીસ ચિપકાવી દેવાઇ : વૈકલ્પિક વ્યવસ્થા નહી કરતા વેપારીઓની આજીવિકા પર સવાલ, ધંધાર્થીઓમાં રોષ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મનપા દ્વારા 48 વર્ષ જૂની જ્યુબિલી શાકમાર્કેટ તોડીને તેના સ્થાને રૂ. 29 કરોડના ખર્ચે બે માળની નવી આધુનિક માર્કેટ બનાવવા માટે માર્કેટ ખાલી કરાવવા બે દિવસથી મૌખિક સૂચનાઓ અપાતી હતી. ત્યારે એસ્ટેટ શાખાએ માર્કેટ ખાલી કરાવવાની લેખિત નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કુલ 215 વેપારીઓને આગામી 7 દિવસમાં માર્કેટ સંપૂર્ણપણે ખાલી કરી દેવા કડક આદેશ કરાતાં વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેમાં કેટલાક વેપારીઓ હાજર ન હોવાથી તેમના બંધ થડા પર નોટિસો ચોંટાડી દેવામાં આવી છે. જેને લઈને પોતાની આજીવિકા ગુમાવવાના ડરથી વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી છે. અને માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે તંત્ર માર્કેટ ખાલી કરાવવા મક્કમ છે.

પ્રાપ્ત વિગત મુજબ, જ્યુબિલી શાક માર્કેટનું નિર્માણ અંદાજે 48 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. લાંબા સમયગાળા અને યોગ્ય જાળવણીના અભાવે માર્કેટનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ભયજનક અવસ્થામાં આવી ગયું છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પણ અહીં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સતત તોળાતો રહેતો હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મનપાની બાંધકામ શાખા દ્વારા આખી માર્કેટનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

નાગરિકો અને વેપારીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મનપા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં આ જ્યુબિલી શાક માર્કેટને તોડીને તે જ જગ્યાએ રૂ. 29 કરોડના વિશાળ ખર્ચે અત્યાધુનિક બે માળની નવી શાક માર્કેટ બનાવાની મહત્વકાંક્ષી યોજના મંજૂર કરવામાં આવી હતી. આ યોજનાના અનુસંધાને મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે સ્થળ પર પ્રત્યક્ષ બાંધકામની કામગીરી શરૂ કરવા માટે માર્કેટ ખાલી કરાવવાની કાયદાકીય પ્રક્રિયા તંત્ર દ્વારા તેજ ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે.

બીજી તરફ, તંત્રની આ ઓચિંતી કાર્યવાહીને કારણે વર્ષોથી અહીં વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ અને થડા ધારકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યુબિલી શાક માર્કેટમાં હાલમાં કુલ 279 થડા આવેલા છે, જેમાંથી નિયમિત ધોરણે 166 વેપારીઓ બેસે છે. આ ઉપરાંત, થોડા સમય પહેલાં મનપા દ્વારા લાખાજીરાજ શાક માર્કેટ પણ ખાલી કરાવવામાં આવી હતી અને તેના 49 થડા ધારકોને પણ હંગામી ધોરણે આ જ્યુબિલી માર્કેટમાં સમાવવામાં આવ્યા હતા. આમ, લાખાજીરાજ માર્કેટના વેપારીઓ સહિત કુલ 215 વેપારીઓને આજે(18મે) એસ્ટેટ શાખા દ્વારા સામૂહિક રીતે નોટિસો આપી દેવામાં આવી છે.

વેપારીઓનું કહેવું છે કે, તેઓ તંત્રના વિકાસ કાર્યોની સામે નથી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર જો તેમને અચાનક જ સાત દિવસમાં હાંકી કાઢવામાં આવશે તો તેમની રોજીરોટી સંપૂર્ણપણે છીનવાઈ જશે. માર્કેટના થડા ધારકોની મુખ્ય માંગણી એ છે કે જ્યાં સુધી રૂ. 29 કરોડના ખર્ચે નવી માર્કેટનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી મનપા દ્વારા તેમને ધંધો કરવા માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા કે હંગામી માર્કેટ બનાવી આપવામાં આવે. જો વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા મનપા કચેરી સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેપારીઓ દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

You Might Also Like

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૨૧ જૂનની PSI, HC, વાયરલેસની પરીક્ષા મોકુફ

 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દ્વારકા હાઇવે પર રણજીપુર નજીક કારમાં આગ લાગતા પિતા-પુત્ર જીવતા ભૂંજાયા
ગુજરાત

 દ્વારકા હાઇવે પર રણજીપુર નજીક કારમાં આગ લાગતા પિતા-પુત્ર જીવતા ભૂંજાયા

Editor By Editor 2 days ago
 રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર
વેરાવળ નજીક પેટ્રોલપંપ પર પૂરતું ડિઝલ નહી મળતા ખેડૂતોનો હંગામો
20 લાખની લાંચ કેસમાં CGST સુપ્રિટેન્ડેન્ટની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી
 સિંગતેલના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?