By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે

Editor
Last updated: 2026/04/18 at 5:02 PM
2 months ago
Share
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે
SHARE

કાર્યકરોની નારાજગીઓ શાંત પડતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને વેગ

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે

આગામી અઠવાડીયામાં મુખ્યમંત્રી, સોમવારે પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રચાર-પ્રસારના કાર્યક્રમોનું આયોજન કરાયું

પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી કોંગ્રેસે જાહેર કરી, પ્રચારના સ્થળો અને સભાની જવાબદારી હવે નક્કી કરવા ચાલતી તૈયારીઓ

આવતીકાલે રાજકોટમાં વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સભા, તા.૨૧મીએ પ્રદેશ પ્રમુખ ઇશુદાનભાઇ ગઢવી ગજવશે સભા

કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને લોકોની નારાજગી વચ્ચે પ્રચાર-પ્રસાર નેતાઓ માટે મોટો પડકાર બનશે

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને તમામ ઉમેદવારો અને પક્ષના કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે તમામ પક્ષ દ્વારા મતદારોને આકર્ષવા માટે પોતાના જાણીતા ચહેરા અને પ્રભાવશાળી પ્રચારકોની યાદી બનાવવામાં આવી છે અને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. ભાજપે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને ઉતાર્યા છે. કોંગ્રેસે પૂર્વ વિપક્ષી નેતા, પરેશ ધાનાણી સહિત ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી બનાવી છે. તો આમ આદમી પાર્ટી પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીના જોરે સભા ગજવશે.

રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે. જયાં આવકાર તો જાકારો મળી રહ્યો છે. આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને લોકોની નારાજગી મોટો પડકાર બનશે તેવી રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચા થઇ રહી છે.

ગુજરાતમાં ઉનાળાની એપ્રિલમાં જ શરુ થયેલી કાળઝાળ ગરમી વચ્ચે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં પ્રારંભીક તબકકે ઉમેદવારોએ જૂથ બેઠકો લોકસંપર્ક અને બુથ બેઠકોનો દૌર ચલાવ્યા બાદ હવે આગામી સપ્તાહમાં તા.24ના સાંજે જાહેર પ્રચારના પડધમ શાંત થાય તે પુર્વે પ્રચાર વેગવંતો બનશે.

તમામ પક્ષોમાં અસંતોષ, પક્ષાંતર અને વિવાદ હવે શાંત થવા લાગ્યા છે અને રાજયમાં કુલ 10005 બેઠકોની 707 બિનહરીફ થયા બાદ હવે 9297 બેઠકો પર તા.26ના મતદાન થશે. કુલ 25579 ઉમેદવારો મેદાનમાં છે. 15 મહાપાલિકા, 34 જીલ્લા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનારી ચુંટણીમાં આગામી સપ્તાહથી સૌરાષ્ટ્રમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ ચુંટણી પ્રચારમાં આવી રહ્યા છે.

પક્ષના મહામંત્રી અનિરુદ્ધ દવે હાલ પ્રવાસમાં છે તેઓ કાલે રાજકોટ આવીને આખરી સપ્તાહના પ્રચારનો `ટોન’ નિશ્ચિત કરશે અને સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફરી એક વખત રાજકોટ આવી રહ્યા છે તો આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પ્રચારમાં જોડાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાલે મોરબી અને સુરેન્દ્રનગર પ્રચારમાં હતા તેઓ પણ ફરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવશે.

બીજી તરફ કોંગ્રેસ 40 સ્ટાર પ્રચારકો જારી કર્યા છે તેમાં હવે કોણ કયાં આવે છે તેના પર નજર છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ જે રીતે તાકાત લગાવી છે તે ચુંટણીને રસપ્રદ બનાવી રહી છે. `આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ સુરતથી સૌરાષ્ટ્ર સંભાળ્યુ છે. પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી પણ પ્રચારમાં જોડાયા છે. દિલ્હીથી પણ થોડો સપોર્ટ છે.

રાજકોટમાં કાલે ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયાની બે સભાનું આયોજન છે અને તા.21ના રોજ ઈશુદાનભાઈ ગઢવી આવી રહ્યા છે. આમ વાતાવરણ બનવા લાગ્યુ છે. ભારે તડકો, વેકેશન જેવી સ્થિતિ અને લોકોનો ઓછો રસ એ ઉમેદવારો માટે કોયડો સર્જી ગયો છે.

જાહેર સ્થળોમાં બેનરો, પોસ્ટરો અને દિવાલ ચીતરવા પર મૂકાયો પ્રતિબંધ

ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે આચારસંહિતાના કડક અમલ માટે જિલ્લા તંત્રને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. તેના અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સ્થળોએ બેનરો, પોસ્ટરો અને દીવાલો ચીતરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી સમયગાળા દરમિયાન સામાન્ય રીતે શહેર અને ગામડાઓમાં વીજળીના થાંભલા, સરકારી કચેરીઓ, બસ સ્ટોપ અને અન્ય જાહેર સ્થળોએ રાજકીય પ્રચાર સામગ્રીનો ભરમાર જોવા મળતો હોય છે. જોકે, આ વખતે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સરકારી મિલકત પર બિનઅનુમતિ પ્રચાર સામગ્રી લગાવવી કાયદેસર ગુનો ગણાશે.
આદેશ મુજબ, ટેલિફોન અને ઇલેક્ટ્રિક થાંભલા, સરકારી વાહનો, સરકારી ઇમારતો તેમજ જાહેર ઉપયોગની અન્ય મિલકતો પર કોઈપણ પ્રકારના બેનરો કે પોસ્ટરો લગાવવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ ઉમેદવાર અથવા સમર્થક આ નિયમોનો ભંગ કરશે તો તેમના સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી મિલકતોના ઉપયોગ માટે પણ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કોઈપણ ઉમેદવાર કે પક્ષ જો ખાનગી માલિકીની મિલકત પર પ્રચાર કરવા માંગે, તો તે માટે માલિકની લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે. માલિકની મંજૂરી વગર પ્રચાર સામગ્રી લગાવવામાં આવશે તો તે કાયદેસર ગુનો ગણાશે.
તંત્રએ પ્રચાર સામગ્રીના કદ માટે પણ મર્યાદા નક્કી કરી છે. 15 ફૂટ બાય 8 ફૂટથી મોટા હોર્ડિંગ્સ લગાવી શકાશે નહીં, જ્યારે 8 ફૂટથી ઊંચા કટઆઉટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સાથે પ્રચાર માટે કરવામાં આવતો દરેક ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવો ફરજિયાત રહેશે. આ જાહેરનામાનો સૌથી મહત્વનો પાસો એ છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પ્રચાર સામગ્રી દૂર કરવાની જવાબદારી ઉમેદવારની રહેશે. ઉમેદવારોએ પોતાની પ્રચાર સામગ્રી હટાવીને સંબંધિત મિલકતોને મૂળ સ્થિતિમાં પરત લાવવી પડશે.
આ આદેશ આગામી 30 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે. તંત્રએ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના સામે કડક શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

દવાના બીલમાં મતદાન અંગે જાગૃતિ લાવશે રાજકોટ તંત્ર

`લો ભાઈ આ દવાનું બિલ..’, બિલ જોતાં જ ગ્રાહકોને તા. 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદાનની માહિતી આપતો સ્ટેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ સ્ટેમ્પ ગ્રાહકોને દવા લેતા લેતા તેમની મતદાન કરવાની ફરજ પણ યાદ કરાવશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વેપ’ પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટના મેડિકલ સ્ટોરમાં દવાના બિલમાં તા.26 ના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા સામાન્ય, પેટા ચૂંટણી-2026 મતદાન તારીખ અને ‘મારો મત મારો અધિકાર-મતદાન અચૂક કરીએ’ નો સંદેશ પણ દર્દીના પરિવાજનોને આપવામાં આવી રહ્યો છે.

આ અંગે માહિતી આપતા `સ્વેપ’ના નોડલ અધિકારી જીજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું છે કે, મતદાન જાગૃતિ અર્થે અનેક સંસ્થાઓ હાલ સહયોગ આપી રહી છે. શહેર તેમજ જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી આરોગ્ય વિભાગના સહયોગથી ખાનગી મેડિકલ સ્ટોર ઉપરાંત મહાનગરપાલિકના જન સેવા કેન્દ્ર તેમજ ટેક્સ બ્રાન્ચમાં પણ બિલ સાથે આ સ્ટેમ્પ દ્વારા મતદાન તારીખ અને મતદાન માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે.

દવા ખરીદતા કે કોર્પોરેશનમાં ટેક્સ માટે આવતા ગ્રાહકો કે જેઓ મતદાન કરી શકે છે તેઓ બિલ પરના આ સ્ટેમ્પ જોઈ હકારાત્મક પ્રતિભાવ સાથે લોકશાહીના પર્વમાં સહભાગી બનવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન
રાજકોટ

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

Editor By Editor 6 days ago
 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
જામનગરમાં મનપાનફી ટીમ પર પથ્થરમારો, આંખોમાં મરચાનો સ્પ્રે છાંટ્યો
પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?