વકીલોની સુરક્ષા માટે કાયદો બનાવવા ધારાશાસ્ત્રી ઝાકીર અગરીયાની માંગણી
રાજ્યમાં વધી રહેલા હુમલાના બનાવ અંતર્ગત બાર કાઉન્સિલમાં રજૂઆત કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
એડવોકેટ પ્રોટેક્શન કાયદો ગુજરાત રાજ્યમાં પણ અસ્તિત્વમાં આવો જરૂરી હોય અને આ કાયદાની અમલવારી વહેલી તકે કરવામાં આવે તેવી ગુજરાતના મોટાભાગના વકીલો ની માંગ છે. હાલના વર્ષમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ પ્રેક્ટિસ કરતા એડવોકેટ ઉપર હુમલાઓ થયા જેના કારણે વકીલોને જીવનું જોખમ પણ થયેલું તેથી આવા બધા હુમલો અટકે અને અસામાજિક તત્ત્વો પર લગામ લગાવી શકાય માટે આ કાયદો ખૂબ જરૂરી.
હાલ દેશમાં રાજસ્થાન માં ૨૦૨૩ માં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરનાર પ્રથમ રાજ્ય છે જેનાથી વકીલોને હિંસા અને ધમકીઓ સામે કાનૂની રક્ષણ મળ્યું. કર્ણાટકમાં ૨૦૨૪ માં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ કાયદો લાગુ કરવામાં આવ્યો. આ કાયદો હવે ગુજરાત માં પણ લાગુ કરવો જરૂરી બની ગયો છે. તેમજ આ કાયદામાં સજા અને દંડ ફટકારવામાં આવે જેથી કરીને યોગ્ય ન્યાય મળી રહે. વકીલો નું હિત અને હક્ક જળવાઈ રહે તે હેતુથી આ ખાસ જરૂરી બની ગયેલ છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરી અને વહેલી તકે આ કાયદો અસ્તિત્વમાં આવે તે માટે થઈ કાર્ય કરવું જોઈએ. વકીલોના હિત માટે તેમના રક્ષણ માટે થઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એ જરૂરી હોય તેથી યોગ્ય મુસદો તૈયાર કરી અને દરખાસ્ત રાજ્ય સરકાર પાસે મોકલાવી આપી તે પાસ કરાવવા માટે થઈ આપવો જોઈએ. તેમજ સાથો સાથ આ કાયદો જ્યાં સુધી ગુજરાત રાજ્યમાં અમલ માં નથી આવતો ત્યા સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે વકીલો પરના હુમલાઓ ના રક્ષણ માટે થઈ વકીલ તરીકે ન રોકાવવું તે માટે થઈ રાજ્યના દરેક વકીલોના બાર ને ઠરાવ કરી આપવો જોઈએ
ઘણા બધા કિસ્સાઓ માં એડવોકેટ પોતાના કેસ બાબતે લડત હોય ત્યારે અમુક લોકો વકીલો ના કામ ને કે અવાજ ને દબાવવા, ડરાવવા માટે હુમલાઓ કરતા હોય છે. સમાજના દરેક લોકો ના હક્કો અને ન્યાય માટે લડતા વકીલો ની હાલ ની જરૂરિયાત એ વકીલની સુરક્ષાનો કાયદો છે જેના માટે લડવું જરૂરી છે. તેમજ રાજ્યના તમામ વકીલોની માગણી એ આ કાયદો અસ્તિત્વમાં લાવવાની છે. જેથી વકીલોને તેમના કામ માં ખલેલ ન પડે અને પોતાનું કાર્ય દબાણ હેઠળ કરતા બચાવી શકાય.
તેથી આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય નિર્ણય કરી આ કાયદો પસાર કરવો જોઈએ તેવી માગણી એડવોકેટ ઝાકીર આઈ. આગરીયા દ્વારા કરવામાં આવી રહી છે.


