By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અગ્નિકાંડમાં પોલીસ તંત્ર સામે પગલાં લેવામાં ઢીલી નીતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

અગ્નિકાંડમાં પોલીસ તંત્ર સામે પગલાં લેવામાં ઢીલી નીતિ

agragujaratnews
Last updated: 2024/06/03 at 6:30 PM
2 years ago
Share
અગ્નિકાંડમાં પોલીસ તંત્ર સામે પગલાં લેવામાં ઢીલી નીતિ
SHARE

અત્યાર સુધીમાં મનપા અને ફાયર વિભાગ ઉપર જ મહત્વના પગલા લેવાયા હોવાથી ચણભણાટ

ટીઆરપી ગેમઝોન કાંડમાં ૨૯ લોકોનો ભોગ લેવાયો છે અને સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ વહિવટી તંત્ર અને તપાસનીશ એજન્સીઓની તપાસથી લોકોને હજુ સંતોષ જણાતો નથી. સૌ પ્રથમ તો ઘટના સ્થળનો ક્રાઇમ સીન મીટાવી દેવા સામે પ્રશ્નો ઉભા થયા છે. બીજુ સીટ દ્વારા અત્યાર સુધી જે તપાસ થઇ છે તે અને ક્રાઇમ બ્રાંચ દ્વારા જે તપાસ થઇ છે તેમાં મુખ્યત્વે મનપાના અધિકારીઓ અને સ્ટાફ જ ભોગ બન્યો હોવાનો ચણભણાટ સામે આવ્યો છે. પોલીસ, માર્ગ મકાન વિભાગ, પીજીવીસીએલ સહિતની અન્ય એજન્સીઓના અધિકારીઓને તથા ટોચના અધિકારીઓને હજુ સુધી કોઇ નક્કર ગુનામાં લેવામાં આવ્યા નથી. એટલું જ નહી આઇએએસ અને આઇપીએસની બદલી પણ આ કેસને કારણે થઇ હોવાનું પણ આદેશમાં જણાવાયું નથી. રૂટીન બદલી ગણાવાઇ છે.
ગુનાની તપાસ કરતી સિટની ટીમે અત્યાર સુધીમાં ટીઆરપી ગેમ ઝોનને લાયસન્સ આપનાર, રિન્યુ કરનાર અડધો ડઝન પીઆઈની પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા છે. રાજ્ય સરકારે રચેલી સિટે પણ લાયન્સીંગની પ્રક્રિયા સાથે સંકળાયેલા આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરી છે. આ તમામ ઘટનાક્રમને કારણે છાશવારે પોલીસ અધિકારીઓની પણ ધરપકડો થશે તેવી અટકળો વહેતી થાય છે પરંતુ તેની શક્યતા હવે ધૂંધળી બની રહી છે. ગુનાની તપાસ કરતી સિટની ટીમના સૂત્રોએ જણાવ્યું કે પોલીસે જીપી એક્ટની કલમ ૩૩ (એક્સ) મુજબ ટિકિટ બુકીંગ લાયસન્સ માટે જ મંજૂરી આપી હતી. જે રીતે સરકસ સહિતનાં કાર્યક્રમોમાં પોલીસ ટિકિટ બુકિંગ લાયસન્સ માટે મંજૂરી આપે છે, તે જ રીતે આ કિસ્સામાં પણ આપવામાં આવી હતી.

૨૦૨૧માં ધવલ કોર્પોરેશનના નામે તાલુકા પોલીસ મથકમાં ટીકીટ બુકીંગ લાયસન્સની મંજુરી માંગવામાં આવી હતી. તે વખતે સ્થળ પર કોઇ બાંધકામ ન હતું, માત્ર મેદાન હતું. ખુલ્લી જગ્યામાં ગો-કાર્ટીંગ અને પાર્કિંગ માટે મંજૂરી માંગવામાં આવી હતી, જે પોલીસે આપી હતી.

ત્યારબાદ ૨૦૨૩માં લાયસન્સ રીન્યુઅલ માટે અરજી કરવામાં આવી હતી. રીન્યુઅલ માટે અરજી આવે ત્યારે અરજી સ્થળ પર ભૂતકાળમાં કોઇ અનિચ્છનીય ઘટના બની છે કે કેમ, અરજદારનો ગુનાઇત ઇતિહાસ છે કે કેમ તે બાબતોની જ પોલીસે તપાસ કરવાની હોય છે. આ બંને બાબતોની પોલીસે તપાસ કરી ૨૦૨૩ની સાલમાં ૨૦૨૪ માટેનું લાયસન્સ રિન્યુ કરી આપ્યું હતું. તે વખતે પોલીસે ફાયર વિભાગને પત્ર લખી તેને લગતી કામગીરી જોઇ લેવા માટે પણ કહ્યું હતું.

આ જ રીતે પીજીવીસીએલે નિયમ મુજબ ભાડા કરાર વગેરે દસ્તાવેજો જોઇ વિજ મીટર આપ્યું હતું. તે વખતે પીજીવીસીએલે ફાયર એનઓસી વગેરે જોવાના હોતા નથી. માર્ગ-મકાન વિભાગની જવાબદારી માત્ર સરકારી મિલ્કતોની સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી તપાસવાની હોય છે. ટીઆરપી ગેમ ઝોન ખાનગી મિલ્કત હોવાથી તેની સ્ટ્રકચરલ સ્ટેબીલીટી તપાસવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની ન હોવાથી તેની પણ કોઇ ગુનાઇત બેદરકારી અત્યાર સુધી જણાઇ નથી.

મનપાની ટાઉન પ્લાનીંગ શાખાએ ૨૦૨૩નાં એપ્રિલ માસમાં ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર અઠવાડિયામા તોડી પાડવા જીપીએમસી એક્ટની કલમ ૨૬૦ (૨) મુજબ નોટિસ આપી હતી. જો કે પછી ગમે તે કારણોસર તેને તોડી પાડયું ન હતું. જો ટીપી શાખા જે તે સમયે જ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડત અને ફાયર વિભાગ એનઓસીને લઇને આકરા પગલાં લેત તો કદાચ ૨૭ જણાનો ભોગ ન લેવાત.

આ કેસમાં ધરપકડ કરાયેલા અને હાલ રિમાન્ડ પરનાં મનપાના પૂર્વ ટીપીએ મનસુખ સાગઠીયાએ હવે એવો બચાવ કર્યો છે કે તેણે તેના વિભાગનાં તાબા હેઠળના અધિકારીઓને બાંધકામ તોડી પાડવા માટે સૂચના આપી હતી. પરંતુ તેમણે તેમ કર્યું ન હતું. સિટનાં સૂત્રોનું કહેવું છે કે જો તાબા હેઠળનાં અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નોટિસ આપ્યા પછી પણ ન તોડયું હોય તો વિભાગનાં વડા તરીકે સાગઠીયાની બાંધકામ તોડી પાડવાની જવાબદારી હતી. આ રીતે તાબા હેઠળના અધિકારીઓ પર દોષનો ટોપલો ઓઢાડી સાગઠીયા બચી શકે નહીં. તેની આ ભૂમિકા ધ્યાને લઇ ધરપકડ કરવામાં આવી છે.

You Might Also Like

ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ

રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથમાં બાળ સ્મશાન બુરી દેવાની ટ્રસ્ટની કામગીરીથી હિન્દુ સમાજમાં રોષ
ગીર સોમનાથ

સોમનાથમાં બાળ સ્મશાન બુરી દેવાની ટ્રસ્ટની કામગીરીથી હિન્દુ સમાજમાં રોષ

Editor By Editor 5 days ago
રાજુલામાં ટ્રાફિક ડ્રાઇવ અને ફૂટ પેટ્રોલિંગ: નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી
હાઈ-વે પરના ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર અને નવા બાંધકામો બંધ કરવા આદેશ
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
લાયસન્સ-બેજ નંબર વગર પણ ઉમેદવારો કંડકટરની ભરતી માટે અરજી કરી શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?