ગ્રંથાલય ભારતી દ્વારા ગ્રેજ્યુએશન પછી લાઇબ્રેરી સાયન્સ વિષયમાં કારકીર્દિ ઘડતર અંગેનો સેમિનાર યોજાયો”
“ઇન્ફોર્મેશન ટેક્નોલોજી યુગમાં અધિકૃત અને સટિક માહિતી શોધીને આપવી, એ લાઇબ્રેરિયન માટે પડકાર રૂપ સેવા છે” : દિલીપભાઈ ભટ્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગ્રંથાલય ક્ષેત્રની રાષ્ટ્રીય સંસ્થા *ગ્રંથાલય ભારતી* દ્વારા કોઈ પણ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ પછી લાઇબ્રેરી સાયન્સ વિષયમાં કારકીર્દિ ઘડતર અંગેનો નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર તા.૧૭ મી મે , રવિવારે રાજકોટ ખાતે ” સત્વ” ભવનમાં યોજાયો હતો. જેમાં વિદ્યાર્થી અને વાલી ગણ ઉપસ્થિત રહેલા હતા. લાઇબ્રેરી સાયન્સમાં કારકીર્દી ઘડતર કરી નવોદય કેન્દ્રીય વિદ્યાલયોમાં, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ , સાર્વજનિક અને , સંશોધન ગ્રંથાલયોમાં તેમજ રિલાયન્સ, એસ્સાર જેવા મોટા ઔદ્યોગિક ક્ષેત્રો, પોલીસ, બેંક, રેલવે, સંરક્ષણ દળો ના ટ્રેનિંગ સેન્ટરોમાં લાઇબ્રેરિયન તરીકેની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે, એ માટેની વિવિધ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા, શિષ્યવૃતિ, હોસ્ટેલ , વાંચનાલય, જેવી વિવિધ સવલતો અંગેનું માર્ગદર્શન લાઇબ્રેરી સાયન્સના તજજ્ઞ દિલીપભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું હતું.
લાઇબ્રેરી સાયન્સના અભ્યાસક્રમના વિવિધ વિષયોનો પરિચય અને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આગળ ઉપર કારકિર્દી અભ્યાસક્રમો વિશે વિસ્તૃત માહિતી ડૉ.રાજેશભાઈ ત્રિવેદી એ આપી હતી.
આ પ્રસંગે ગ્રંથાલય ભારતીના અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઈ દવે ખાસ ઉપસ્થિત રહી લાઇબ્રેરી સાયન્સના અભ્યાસ પછી લાઇબ્રેરિયન તરીકે કારકીર્દી ઘડતર કરી ગ્રંથાલયનાં ઉપયોગકર્તાઓને સરળતાથી માહિતી પ્રાપ્તિ અંગેની નવીન ટેક્નોલોજી અપનાવીને ગ્રંથાલય સેવા વધુ સમૃદ્ધ બનાવવા ઉપસ્થિત લાઇબ્રેરી સાયન્સના અભ્યાસુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ખજાનચી ધવલભાઈ જોશી, પ્રેસ મીડિયા પ્રભારી હિતેશભાઈ ત્રિવેદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.


