By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    5 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

Editor
Last updated: 2026/07/14 at 4:52 PM
11 minutes ago
Share
માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ
SHARE

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

નોકરી પરથી ઘરે પરત ફરતા 29 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત; આરોપી ચાલક ફરાર, ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ભારે વાહનોની બેફામ દોડ વધુ એક પરિવાર માટે કાળ બની છે. માધાપર ચોકડી નજીક રેતી ભરેલા ડમ્પરે બાઈક સવાર યુવાનને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. બીજી તરફ, મૃતકના પરિવારજનોએ જવાબદાર ડમ્પર ચાલકની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, શહેરના માધાપર પર ગામમાં સહજાનંદ સ્કૂલ નજીક રહેતા ઉદય મહેશભાઈ વાઘેલા (ઉં. 29) ગઈ રાત્રે પોતાની નોકરી પૂર્ણ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલી એક ઇલેક્ટ્રિક સામાનની દુકાનમાં કામ કરતા હતા. રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે તેઓ માધાપર ચોકડી નજીક પહોંચ્યા ત્યારે રેતી ભરેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઉદયભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન રસ્તા પર જ મૂકી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જ ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સગાસંબંધીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ભારે વાહનો બેફામ રીતે દોડે છે, પરંતુ આવા વાહનો સામે અસરકારક કાર્યવાહી થતી નથી. અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે છતાં તંત્ર પૂરતા નિયંત્રણમાં નિષ્ફળ રહ્યું છે. પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી જવાબદાર ડમ્પર ચાલક ઝડપાઈ નહીં જાય અને યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે મૃતકના ભાઈ રોહન વાઘેલાની ફરિયાદના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઉદય વાઘેલા પોતાના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા. તેઓ બે ભાઈમાં મોટા હતા અને પરિવારની આર્થિક જવાબદારી પણ નિભાવતા હતા. તેમના પરિવારમાં પત્ની તેજલબેન અને દિવ્યેશ નામનો એક માસુમ પુત્ર છે. યુવાન વયે પરિવારના મોભીનું મૃત્યુ થતાં પત્ની પર આભ તૂટી પડ્યું છે, જ્યારે નાનકડા દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે માધાપર ચોકડી સહિત શહેરના અનેક વિસ્તારોમાં રેતી, કપચી અને અન્ય માલસામાન ભરેલા ડમ્પરો નિયમોનું પાલન કર્યા વગર બેફામ ગતિએ દોડે છે. અગાઉ પણ આવા અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોવા છતાં કડક નિયંત્રણના અભાવે આવી દુર્ઘટનાઓ સતત બની રહી છે. સ્થાનિકોએ ભારે વાહનો માટે કડક ટ્રાફિક નિયંત્રણ, નિશ્ચિત સમય મર્યાદા અને નિયમોના કડક અમલની માંગ ઉઠાવી છે.
હાલ ગાંધીગ્રામ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપવા માટે વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ભારે વાહનોની બેદરકારી અને માર્ગ સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

અમદાવાદથી લકઝરી કાર ભાડે લાવી રાજકોટમાં ઘરફોડ ચોરી કરતા બે તસ્કરો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ
રાજકોટ

આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ

Editor By Editor 5 days ago
રાજકોટમાં અનોખો કાવ્યયજ્ઞ: ‘સાહિત્ય સેતુ’ દ્વારા એક જ દિવસે, એક જ સમયે ૧૦ શાળાઓમાં ગુંજશે કાવ્યસૂર
રાજકોટમાં દિક્ષિત થયેલ ચાર ભગવંતોની શહેરમાં થશે પધરામણી
 શહેરીજનોની સમસ્યાનો સ્થળ પર જ નિકાલ કરાશે
વેરાવળ ફિશરીઝ હાર્બર પર જિલ્લા કલેક્ટરની સરપ્રાઈઝ વિઝીટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?