માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજીત મેગા રકતદાન કેમ્પમાં ૨૦૦ બોટલ એકત્ર
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુરલીધર વંડીમા આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ ડોનેશન કેમ્પ મા 200 જેટલા રકતદાતાઓ એ રકતદાન કર્યુ હતું. જેમા શહેરના હીન્દુ મુસ્લિમ યુવાનો અને અગ્રણીઓ રકતદાન કરવા ઉતસુકતા બતાવી હતી. આ તકે ડોક્ટર્સ એસોસિએશન ના પ્રમુખ ડોક્ટર ઈરફાન ગુજરાતી (વાલમે) સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, નિલેશ સોમૈયા, સહીતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળના તમામ મુખ્ય ડોક્ટર્સભા ડો. ઈરફાન ગુજરાતી વાલમ, ડો. માહીર મેમણ, ડો. સાગર ગરચર, ડો. મકવાણા, ડોક્ટર ઈરફાન હાજીબા, ડો. આદમ કાલવાત, ડો. ભીમા, ડો. ધૂળીયા, ડો. સાપોવડીયા, ડો. પ્રશાંત શાહ, ડો. સિધ્ધાર્થ લાંબા, ડો. હૂઝૈફા જડા, ડો. યાસીન પદા, ડો. સોલંકી કુકસાવાડા, ડો. ભાસવત ડોડીયા, ડો. ગઢવી, ડો. નિલેશ રામ, ડો. નરેન્દ્ર ભરડા, સહીત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં પ્રકાશ મેડિકલ ના રધુભાઈ નરશાણા, ધી માંગરોળ હોસ્પિટલના આમીરભાઈ વાઢેર, એ. કે. હોસ્પિટલ હસીબ ભાઈ ગોસલિયા અને ડોક્ટર એસોસિએશન ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


