મોદી સ્કૂલના સ્થાપના દિવસ નિમિતે રકતદાન કેમ્પમાં ૨3૭ બોટલ એકત્ર
રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા સિવિલના લાભાર્થે છ દિ’ માં ૬૯૬ યુનિટ એકત્ર કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
મોદી સ્કૂલની ચાર શાખા દ્વારા 3૮માં રકતદાન કેમ્પમાં ૨3૭ બોટલ્સ તેમજ છ દિવસમાં શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા ૬૯૬ બ્લડ બોટલ્સ એકત્રીત કરવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિસ્ટલમાં કાયમ રકતની અછત રહેતી હોય જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી મોદી સ્કૂલની ચાર શાખામાં યોજાયેલ 3૮માં મહારકતદાન કેમ્પ દ્વારા ૨3૭ બ્લડ બોટલ્સ અર્પણ કરવામાં આવેલ છે. અત્યાર સુધીના 3૮ કેમ્પમાંથી ૭૦૬૯ રકત બોટલ અર્પણ કરવામાં આવેલ છે. ડો.રશ્મીકાંત મોદીની પ્રેરણાથી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ આ કેમ્પોનું આયોજન થતું હોય છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી છેલ્લા છ દિવસમાં યોજાયેલ મહારકતદાન કેમ્પમાં ૬૯૬ બોટલ એકત્રીત કરવામાં આવી છે. એક વ્યકિતના રકતદાનથી ત્રણ વ્યકિતને નવુ જીવનદાન મળે છે અને રકતદાન કરવાથી ઇમ્યુનીટી પાવર તેમજ હાર્ટની ક્ષમતા વધે છે. કાર્ય કરવાની ક્ષમતા વધે છે. સ્વસ્થ વ્યકિતને નિયમીત દર ત્રણ મહિને રકતદાન કરવું જ જોઇએ. તેમજ નિયમીત રકતદાન કરતા હોય તો રિસર્ચ થયું છે કે કેન્સર જેવા મહારોગો થવાથી સંભાવના પણ ઓછી થાય છે. તો રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા વિનંતી કરવામાં આવી છે. મોદી સ્કૂલના કેમ્પમાં આત્મનભાઇ મોદી, ધવલભાઇ મોદી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે.


