By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    10 hours ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 day ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    2 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    3 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે

Editor
Last updated: 2026/04/25 at 4:04 PM
10 hours ago
Share
ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે
SHARE

આભથી વરસતા અગનગોળાથી ત્રાહીમામ લોકો માટે રાહતરૂપ

ચોમાસુ વહેલુ! મેના અંત સુધીમાં વરસાદ ધમરોળવા લાગશે

 મે મહિનાની તા.૧૮ થી ૨૫ની વચ્ચે ચોમાસાની શરૂઆતની આગાહી : બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલી સિસ્ટમ અને પવનની ગતિથી સામાન્ય કરતા ૬૦ મીમી વધુ વરસાદ પડવાની સંભાવના : હવામાન વિભાગની ઠંડક આપતી આગાહી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં સૂર્યદેવતા લાલચોળ થયા છે અને આકરી ગરમીના કારણે જનજીવન બેહાલ બન્યું છે. એપ્રિલ મહિનામાં જ પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે લોકો હવે આતુરતાથી મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ કાળઝાળ ગરમીઅને લૂ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાહતના મોટા સમાચાર આપવામાં આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અનુમાન મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું ભારતમાં દસ્તક આપી શકે છે.

સામાન્ય રીતે ચોમાસાનું આગમન જૂન મહિનામાં થતું હોય છે, પરંતુ આ વખતે વેધર મોડલ્સ સંકેત આપી રહ્યા છે કે મે મહિનાના અંત સુધીમાં જ દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જામી જશે. આ આગાહીથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે વહેલા વરસાદને કારણે ગરમીથી તો રાહત મળશે જ, સાથે ખેતીકામમાં પણ સાનુકૂળતા રહેશે. હિંદ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો મજબૂત બની રહ્યા હોવાથી આ વર્ષે ચોમાસાની મજબૂત શરૂઆતના એંધાણ મળી રહ્યા છે.

ભારતમાં ચોમાસું સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચતું હોય છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વખતે 18 થી 25 મેની વચ્ચે ચોમાસાની શરૂઆત આંદામાનના દરિયામાં થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમ અને પવનોની ગતિ જોતા એવું લાગે છે કે અહીં સામાન્ય કરતા વધુ (30 થી 60 મીમી) વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસું ઝડપથી આગળ વધવાની સંભાવના છે.

આંદામાનમાં આગમન બાદ 25 મે થી 1 જૂન વચ્ચે ચોમાસું કેરળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ફૂંકાતા તેજ પશ્ચિમી પવનો ભેજને સીધો ભારતના દક્ષિણ કિનારા તરફ ખેંચી લાવશે. આના કારણે કેરળ અને તમિલનાડુમાં સમય કરતા વહેલી વર્ષા શરૂ થઈ શકે છે. જો કેરળમાં ચોમાસું સમયસર કે વહેલું બેસે, તો તેની અસરરૂપે ગુજરાતમાં પણ જૂનના મધ્ય સુધીમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે.

આ વર્ષે ચોમાસું મજબૂત રહેવાના કારણો

હવામાન વિભાગ મુજબ આ વખતે બે મહત્વના પરિબળો ચોમાસાની તરફેણમાં છે:

  1. પોઝિટિવ IOD (Indian Ocean Dipole): જ્યારે હિંદ મહાસાગરનો પશ્ચિમ ભાગ ગરમ હોય છે, ત્યારે તેને પોઝિટિવ IOD કહેવાય છે. આ સ્થિતિ ભારત તરફ વધુ ભેજ લાવે છે, જે મજબૂત વરસાદ માટે જવાબદાર છે.
  2. ટ્રોપિકલ સિસ્ટમ: આંદામાનની ઉત્તરે એક ખાસ વરસાદી સિસ્ટમ બનવાની 40 ટકા શક્યતા છે, જે ચોમાસાના પવનોને ખેંચી લાવવામાં મદદરૂપ સાબિત થશે.

ખેડૂતો અને જળ સંકટ માટે રાહતની આગાહી

દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના ખેડૂતો માટે વહેલું ચોમાસું આશીર્વાદરૂપ સાબિત થશે. જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે વહેલા વરસાદથી પીવાના પાણીની સમસ્યા હળવી થશે અને વાવણી કાર્ય પણ ઝડપથી શરૂ કરી શકાશે. જોકે, હવામાન વિભાગ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ ક્યારે પહોંચશે તેની વધુ સચોટ વિગતો જાહેર કરશે.

You Might Also Like

 સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના  ટીપા પીવડાવાયા

 મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું પરિવાર સાથે શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ

ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ સીસી રોડના વિકાસ કામમાં વેપારીઓના ધંધામાં વિનાશ

અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને 1.11 કરોડનું વળતર ; ટ્રીબ્યુનલનો ઐતિહાસિક ચુકાદો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ચૂંટણીઓમાં સો ટકા મતદાન કરવા ‘યુથ ફોર ડેમોક્રેસી’ની અપીલ
રાજકોટ

 ચૂંટણીઓમાં સો ટકા મતદાન કરવા ‘યુથ ફોર ડેમોક્રેસી’ની અપીલ

Editor By Editor 2 days ago
સિમ્પલ એડના એકાઉન્ટન્ટ બિપીન રાઠોડના બી.આર.એસોસીએટસનો શુભારંભ
બે છાત્રોના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરીકર માર્યુ
 મહેસાણા મનપાના વોર્ડ નં.૪માં ભાજપના ઉમેદવારના ભાણાની કરપીણ હત્યા
દ્વારકાના સતવારા સમાજની દિકરીએ અર્થશાસ્ત્રમાં મેળવ્યો ગોલ્ડ મેડલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?