By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Namibiaમાં 700થી વધુ વન્ય પશુઓની કતલ થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Namibiaમાં 700થી વધુ વન્ય પશુઓની કતલ થશે

agragujaratnews
Last updated: 2024/09/04 at 2:50 AM
2 years ago
Share
Namibiaમાં 700થી વધુ વન્ય પશુઓની કતલ થશે
SHARE

  • અબોલ પશુઓની હત્યા કરી માણસોના પેટનો ખાડો પૂરાશે
  • દુકાળની સ્થિતિ વકર્યા બાદ આ વર્ષે મે મહિનામાં કટોકટી જાહેર કરવામાં આવી હતી
  • કતલ માટે પશુઓ નેશનલ પાર્ક્સ, કોમ્યુનલ એરિયામાંથી લવાશે, પ્રોફેશનલ શિકારીઓ શિકાર કરશે

છેલ્લા 100 વર્ષના સૌથી ભયાવહ દુકાળનો સામનો કરી રહેલા નામિબિયાએ ભૂખમરાથી અસરગ્રસ્ત દેશવાસીઓના પેટ ભરવા હાથી, હિપ્પોપોટેમસ, હરણ, સાબર અને ઝિબ્રા સહિત 700થી વધુ વન્ય પશુઓની કતલ કરવાનો નિર્ણય લીધો છે.

આ પશુઓની કતલ કરીને તેમનું માંસ ભૂખમરાગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવશે. નામિબિયાના વન, પર્યાવરણ અને પ્રવાસન મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ 723 વન્ય પશુઓની કતલ કરાશે, જેમાં 300 ઝિબ્રા, 100 બ્લૂ વાઇલ્ડર બિસ્ટ, 100 સાબર, 83 હાથી, 60 ભેંસ, 50 ઇમ્પાલા (દક્ષિણ આફ્રિકન નાના હરણ) અને 30 હિપ્પોપોટેમસનો સમાવેશ થાય છે. આ વર્ષે મે મહિનામાં દુકાળની સ્થિતિ વકરતાં નામિબિયાએ કટોકટી જાહેર કરી હતી. દેશમાં અંદાજે 14 લાખ લોકો(50 ટકાથી વધુ વસ્તી) ભોજનની અત્યંત ગંભીર અસલામતીની સ્થિતિમાં છે. નામિબિયામાં ભૂખમરાને કારણે મોંઘવારી, અર્થતંત્રને ફટકો અને બેરોજગારી જેવી સમસ્યાઓ પણ વિકરાળ બની છે.

કતલ કરવા માટે પશુઓ નામિબ નૌકલુફ્ટ પાર્ક, માંગેટ્ટી નેશનલ પાર્ક, બ્વાબ્વાટા નેશનલ પાર્ક, મુડુમુ નેશનલ પાર્ક અને ન્કાસા રૂપારા નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્ક્સ તથા કોમ્યુનલ એરિયામાંથી લવાશે અને પ્રોફેશનલ શિકારીઓ દ્વારા તેમનો શિકાર કરાશે. વન, પર્યાવરણ અને પ્રવાસન મંત્રાલયે ઉમેર્યું હતું કે હાથીઓની કતલથી મનુષ્યો સાથે તેમના ઘર્ષણના બનાવોમાં પણ ઘટાડો થશે. સાથે જ વન્ય ક્ષેત્રોના જળ સંસાધનો પરનું ભારણ પણ ઘટશે.

262 પશુઓની કતલ થઇ પણ ગઇ

નામિબિયામાં દુકાળ બાદ અત્યાર સુધીમાં 262 પશુઓની કતલ થઇ ચૂકી છે, જેમાં માંગેટ્ટી નેશનલ પાર્કમાં 157, મહાંગોમાં 20, ક્વાન્ડોમાં 70, બફેલોમાં 6 અને મુડુમોમાં 9 પશુઓની કતલનો સમાવેશ થાય છે. આ વન્ય પશુઓના શિકાર થકી કુલ 1.25 લાખ કિલો માંસ મેળવીને ભૂખમરાથી અસરગ્રસ્ત લોકોમાં વહેંચવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં અઢી લાખથી વધુ હાથીઓ

દક્ષિણ આફ્રિકા હાથીઓનો ગઢ ગણાય છે, જ્યાં અઢી લાખથી પણ વધારે હાથીઓ છે. જોકે નામિબિયાના દુકાળને કારણે જળ સ્ત્રોતો સુકાઇ જવાથી છેલ્લા એક વર્ષમાં સંખ્યાબંધ હાથીઓ મોતને ભેટયા હોવાના અહેવાલ છે. ઝિમ્બાબ્વેમાં પણ દુકાળને કારણે ગયા વર્ષે ત્યાંના સૌથી મોટા નેશનલ પાર્કમાં 100 જેટલા હાથીઓના મોત થયા હતા. ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, બોત્સવાના, અંગોલા અને નામિબિયામાં ફેલાયેલા દક્ષિણ આફ્રિકાના કાવાંગો-ઝામ્બેઝી (કાઝા) કન્ઝર્વેશન એરિયામાં અંદાજે 2.28 લાખ હાથીઓ છે, જે પૈકી નામિબિયામાં 21,000 હાથીઓ હોવાનો અંદાજ છે.

નામિબિયામાં અલ નિનોને કારણે દુકાળ

નામિબિયા સહિત દક્ષિણ આફ્રિકાના ઘણા દેશો અલ નિનોના પરિણામે વિનાશક દુકાળનો સામનો કરી રહ્યા છે. અલ નિનોથી આ પ્રદેશમાં વરસાદમાં તીવ્ર ઘટાડો થયો છે. અસહ્ય ગરમી સાથે વરસાદની અછતને કારણે આ પ્રદેશમાં પાક સુકાઇ ગયો છે અને ભૂખમરો વધ્યો છે, જેના કારણે સેંકડો લોકો અસરગ્રસ્ત થયા છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે ક્લાઇમેટ ચેન્જને કારણે અલ નિનોની સ્થિતિ હજુ વધારે વકરી શકે છે અને મહત્તમ તાપમાનના નવા વિક્રમો સર્જાઇ શકે છે.

અનાજના ઉત્પાદનમાં 53%નો ધરખમ ઘટાડો

દુકાળથી નામિબિયામાં અનાજનું ઉત્પાદન 53 ટકા ઘટયું છે અને ડેમોમાં જળસપાટી 70 ટકા સુધી ઘટી ગઇ છે. ગત 22 મેના રોજ દેશમાં કટોકટી જાહેર કરાઇ હતી. તે પહેલાં મલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેએ પણ દુકાળને પગલે કટોકટી જાહેર કરી હતી.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી
ગુજરાતરાજકોટ

એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી

Editor By Editor 4 days ago
ગુજરાતમાં ચાંદીપુરાથી વધુ બે બાળકીના મોત
રાજકોટ ડિવિઝનના પાંચ રેલવે કર્મચારીઓ PCCM એવોર્ડથી સન્માનિત
હિરાસર એરપોર્ટથી દિવાળી પહેલા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની કવાયત
શાપર પોલીસે મોબાઇલ ટાવરમાં ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, ચોંકાવનારો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?