By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    52 minutes ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિવિલ હોસ્પિટલના હુમલા કેસમાં આરોપીની માતાએ પણ ડોક્ટર સામે આપી ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સિવિલ હોસ્પિટલના હુમલા કેસમાં આરોપીની માતાએ પણ ડોક્ટર સામે આપી ફરિયાદ

Editor
Last updated: 2025/12/31 at 4:22 PM
6 months ago
Share
સિવિલ હોસ્પિટલના હુમલા કેસમાં આરોપીની માતાએ પણ ડોક્ટર સામે આપી ફરિયાદ
SHARE

ડોક્ટર દ્વારા તોછડું વર્તન કરાયું હતું, મારા પુત્રને પણ માર માર્યો છે, આરોપીની માતાની CCTV તપાસની માંગ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા હુમલાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. લોહીની બોટલ ચડાવવાના મુદ્દે થયેલી બબાલ બાદ ડોક્ટર તેમજ આરોપી પક્ષ તરફથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. ઘટનાને લઈ તબીબો અને દર્દીઓના સગાઓ વચ્ચેના સંબંધો તથા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પાર્થ પંડ્યા (ઉ.વ. 28) દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 28 ડિસેમ્બર 2025ની રાતે આશરે એક વાગ્યાના અરસામાં ICU વોર્ડમાં ફરજ દરમિયાન લોહીની બોટલ ચડાવવા બાબતે જયદીપ ચાવડા નામના શખસે વોર્ડમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો અને ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ આરોપીએ ડોક્ટર પર હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

બીજી તરફ, ડોક્ટર પર હુમલાના આરોપમાં ઘેરાયેલા જયદીપ ચાવડાના પરિવારજનો પણ ખુલ્લેઆમ સામે આવ્યા છે. પોલીસ કમિશનર કચેરીમાં જયદીપની માતા ગીતાબેન ચાવડા દ્વારા ડોક્ટર સામે ફરિયાદ આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે, તેમનો દીકરો કોઈ ઝઘડો કરવા નહીં પરંતુ બ્લડ ડોનેટ કરવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બિનય થાપાને લોહીની તાત્કાલિક જરૂર હોવાથી જયદીપ ત્યાં ગયો હતો, પરંતુ લોહી માટે જરૂરી ચિઠ્ઠી બાબતે થયેલી વાતચીત દરમિયાન વિવાદ વધ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં નેપાળી સેવા સમાજના ઉપપ્રમુખ સંજયરાજે પણ પોતાની વાત રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સમાજના એક વ્યક્તિના અકસ્માત બાદ બ્લડની જરૂર હોવાથી તેમણે સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી, જેના પગલે જયદીપ બ્લડ આપવા આવ્યો હતો. જોકે, ડોક્ટર સાથે થયેલી બોલાચાલી અંગે બાદમાં જાણ થઈ હોવાનું તેમણે કહ્યું હતું.

ઘટનાના પગલે તબીબોમાં પણ ભારે રોષ ફેલાયો છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન લાખો દર્દીઓની સારવાર કરતી સિવિલ હોસ્પિટલમાં તબીબો પર વારંવાર થતા હુમલાઓ હવે સહનશીલ નથી. આ બાબતે મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂઆત કરી, ડોક્ટરો પર હુમલો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

હાલ સમગ્ર મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જયદીપ ચાવડાની માતાએ પોલીસને અપીલ કરી છે કે, અધૂરા નહીં પરંતુ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ ચકાસીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેથી સત્ય બહાર આવી શકે. ઘટનાને લઈ હવે સૌની નજર પોલીસ તપાસના નિષ્કર્ષ પર ટકી છે.

You Might Also Like

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ
રાજકોટ

સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ

Editor By Editor 44 minutes ago
RTOમાં ૦૦૦૧ નંબર ૧૦.૫૨ લાખમાં વેંચાયો, ૯૦૦૯ની પ.3૭ લાખમાં ખરીદાયો
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની કંપનીમાં 50 લાખના સ્ક્રેપની ચોરી
રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો
રાજકોટમાં રવિવારે દિવસ ૧3.૨૮ કલાક અને રાત્રિ ૧૦.3૨ કલાકની રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?