પ્રથમ પુણ્યતિથિએ વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ : ડો.વલ્ભભાઈ કથીરિયા
કુટુંબીજનોને ખોટ સહન કરવાની શકિત આપે : પૂર્વ મંત્રી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના સપુત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ રાજકોટના પૂર્વ સાંસદ ભારત સરકારના પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વિજયભાઈના માયાળુ સ્વભાવ, પ્રખર રાષ્ટ્રપ્રેમ, સર્વ જીવ પ્રત્યે અનુકંપા, જીવદયા પ્રેમી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિસ્તબધ્ધ સ્વયંસેવક, ભાજપના પાયાના કાર્યકર્તા, કુશળ સંગઠક અને વહીવટ કર્તા તરીકેના અનેક ગુણોને સ્મરણ કરીને, તેમના સેવામય જીવનને બીરદાવી અને સર્વે કુટુંબીજનોને સાતાપૂર્વક ખોટ સહન કરવાની શક્તિ અર્પે તેવી હૃદય પૂર્વક પ્રાર્થના કરી હતી. આ સાથે ડો.કથીરિયા એ ભાજપમાં ચૂંટણી અને સંગઠનમાં પ્રદેશ પ્રમુખ દરમ્યાન, રાજ્યસભાના સાંસદ તરીકે કેન્દ્ર સરકારમાં સાથી કાર્યકર અને રાજ્યના મંત્રી અને સફળ મુખ્યમંત્રી તરીકે અનેક યોજનાઓમાં પ્રેરણાસ્ત્રોત તરીકેના અનેક સંસ્મરણો તાજા કર્યા હતા.


