પૂ.ડો.સોનલબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિતે રેસકોર્સ પાર્કમાં પ્રતિકમણ યોજાયા
જીતેન્દ્રભાઇ દેસાઇ પરિવાર આરાધના માટે ફ્લેટ ઉપાશ્રયને અર્પણ કરાયો’તો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ સંપ્રદાયના શાસનચંદ્રિકા તીર્થસ્વરૂપ ગુરુણી પૂ. હીરાબાઈ મ.સા.ના સુશિષ્યા તત્વચિંતક પૂ.જ્યોતિબાઈ મ.સા.ના આજ્ઞાનુપર્તી ઉત્સારી પૂ. ડો. સોનલબાઈ મ.સા.ની પુણ્યતિથિના ઉપલક્ષ તા.૧૪/૬/૨૦૨૬ રવિવારના રોજ રેસકોર્સ પાર્ક સ્થા. જૈન સંધમા રાયઇ પ્રતિકમણ નુ આયોજન રાખેલ હતુ તેમાં શ્રાવક – શ્રાવિકા તથા જૈનશાળા ના બાળકોએ મોટી સંખ્યામા લાભ લીધેલ હતો રાયઇ પ્રતિકમણ ત્યાર બાદ ભક્તામરની પ્રાર્થના-જાપ-વ્યાખ્યાન અને ત્યારબાદ નવકારશી રાખવામાં આવેલ હતી. સ્વ: હર્ષિતાબેન જીતેન્દ્રભાઈ દેસાઈ પરિવાર તરફથી શ્રી સંઘ ને ફ્લેટ આપવામાં આવેલ છે જેનો અર્પણ વિધિ નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ આ કાર્યક્રમમા સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ, દિલીપભાઈ શેઠ, અલ્કાબેન શેઠ, કમલેશભાઇ મોદી, વિરેન્દ્રભાઈ સંઘવી, રાજુભાઇ બાવીશી બેલાવિસ્ટા પરિવાર, હીનાબેન સંઘવી મહીલા મંડળ ના તમામ બહેનો ટ્રસ્ટી મંડળ સહિત અનેક ભાવુકો હાજર રહેલા હતા. નવકારશી નું આયોજન કરવામાં આવેલ હતુ જેના દાતા માતુશ્રી વિજયાબેન શેઠ હ. અલ્કાબેન શેઠ તથા મુંબઈના બાટવીયા પરિવાર હતા. રૂા. ૧૦૦/- ની પ્રભાવના વિવિધ દાતાઓ તરફથી કરવામાં આવેલ હતી. સંધ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ એ આ તકે પૂ. ભારતીબાઈ સ્વામી નું ઋણ સ્વીકારીને આભાર માનેલ હતો. વીરેન્દ્રભાઈ સંઘવી અને કમલેશ મોદીએ આભાર વ્યક્ત કરેલ હતો. પૂ. ભારતીબાઈ મહાસતીજી અને પૂ. રત્નજ્યોત મહાસતીજીએ પ્રાસગિંક પ્રવચનો સાથે દાતાને ધન્યવાદ પાઠવેલ હતા. આ યાદગાર પ્રસંગે બહેનોની કારોબારી સમિતિ બનાવવામાં આવેલ. સંધની વ્યવસ્થા માટે કમલેશભાઇ મોદી અને ટ્રસ્ટી મંડળની આગેવાની હેઠળ “ કારોબારી કમિટી “ ની રચના કરવામાં આવેલ જેમાં મિલન મહેતા, ધર્મેશ શેઠ, મોહિત બાટવીયા, પાર્થ સંધવી, શુભમ દોશી, ચેતન શેઠ બેલાવિસ્ટા ના નિલેશભાઈ સહિત બધાનો સમાવેશ કરવામાં આવેલ હતો. દિલીપભાઈ શેઠની પ્રેરણાથી શ્રી સંધને ફ્લેટ દેસાઇ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતો. પૂ. સ્વામી આગમી દિવસોમાં આ વીકમાં શેઠ ઉપાશ્રય પધારવાના ભાવ રાખે છે.


