By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા

Editor
Last updated: 2026/04/21 at 4:18 PM
7 months ago
Share
રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા
SHARE

રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા

ભરૂડી ટોલનાકા પાસે રૂરલ એસઓજીએ વોચ ગોઠવી ઝડપી લીધા ; મુખ્ય સૂત્રધાર રૂખશાના ઉર્ફે રૂકલી વોન્ટેડ જાહેર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પાસેથી રૂરલ એસઓજીની ટીમે રૂ.15.07 લાખના એમડી ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ચાર શખ્સોને ઝડપી પાડી મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ખાસ વાત એ છે કે આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવવામાં આવી રહ્યા હતા અને ધોરાજીમાં સપ્લાય થાય તે પહેલાં જ પોલીસે દરોડો પાડી આખું જાળું પકડી પાડ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ Say No To Drugs અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોના વેપારને કાબૂમાં લેવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ જ દિશામાં રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કેટલાક શખ્સો રાજસ્થાનના જોધપુરથી એમડી ડ્રગ્સ લઈ ધોરાજી તરફ જઈ રહ્યા છે અને માર્ગમાં લેતી-દેતી કરવાની તૈયારીમાં છે.
આ ચોક્કસ બાતમીના આધારે એસઓજી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ગોંડલ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા ભરૂડી ટોલનાકા પાસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ વાહન પસાર થતાં તેને રોકી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓએ પોતાના શરીરના ભાગોમાં, ખાસ કરીને પગ પાસે, છુપાવી રાખેલો માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે કુલ 301 ગ્રામ જેટલો મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) જપ્ત કર્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂ.15,07,790 ગણવામાં આવી છે. આ સાથે અન્ય મુદ્દામાલ પણ કબજે લઈ ચારેય આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં કાસીમ ઇસ્માઇલભાઈ ગરાણા (રહે. ધોરાજી), શકીલ કાદર જેઠવા (રહે. વેરાવળ, જે સપ્લાયર સાથે સંપર્ક કરાવતો હતો), રૈયાઝ કાદરભાઈ ભુવર (રહે. ધોરાજી) અને અરમાન કામીલ સીપાઈ (મૂળ જોધપુર, રાજસ્થાનથી ડ્રગ્સ લાવનાર)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચારેય અલગ-અલગ ભૂમિકામાં રહીને નશાના કારોબારમાં સંકળાયેલા હતા. પ્રાથમિક તપાસ મુજબ અરમાન સીપાઈ રાજસ્થાનના જોધપુરથી એમડી ડ્રગ્સ લઈને આવ્યો હતો, જ્યારે શકીલ જેઠવાએ સપ્લાયર અને ખરીદદારો વચ્ચે સંપર્ક સાધ્યો હતો. કાસીમ ગરાણા અને રૈયાઝ ભુવર ધોરાજીમાં આ માદક પદાર્થના વિતરણ માટે જવાબદાર હતા.
આ સમગ્ર રેકેટની પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે ધોરાજીની રૂખશાના ઉર્ફે રૂકલી સરદારભાઈ કુરેશીનું નામ સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે રૂખશાના જ રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવી સ્થાનિક સ્તરે તેનો જથ્થો વહેંચવાનું નેટવર્ક સંભાળતી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં એમડી ડ્રગ્સનો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને ખાસ વોચ રાખવામાં આવી રહી હતી. આ કાર્યવાહીથી નશાના કારોબારને મોટો ઝટકો લાગ્યો છે. રૂરલ એસઓજી દ્વારા આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે. પોલીસ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ તપાસ વિસ્તારી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં ફેલાતા નશાના દૂષણ પર ચિંતાનો વિષય ઉભો કર્યો છે. પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તેમજ નશા સામે સખત કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિરપોર ખાતે ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદ યોજાયો
ગુજરાતરાજકોટ

 વિરપોર ખાતે ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદ યોજાયો

Editor By Editor 3 days ago
દારૂના ગુનામાં છ વર્ષથી પોલીસને હાથતાળી આપતો રાજસ્થાની સપ્લાયર ઝડપાયો
 ૯ કિલો ગાંજા સાથે પકડાયેલા બે મહિલા સહિત ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો
સોનાના ભાવમાં કડાકો: ઝવેરીબજારમાં ખરીદીની ચમક
આજ મારે દીપોત્સવી રે..
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?