રાજુલામાં ખોજા શીયા જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
દાતાઓ દ્વારા ૧૭૨ બોટલ એકત્ર
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલીના રાજુલા શહેરમાં કે.એસ.આઇ જમતા દ્વારા અબ્બાસી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ શહીદ આયતુલ્લાહ સયેદ અલી ખામેનાઇની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતરૂપી રક્તદાન કર્યું હતું. જેમાં ૧૭૨ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેન્ક મહુવા દ્વારા સહયોગ આપવામા આવ્યો હતો. આ તકે સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઇ જોખિયા, સંજયભાઇ ધાખડા, મહેન્દ્રભાઇ ધાખડા, ભરતભાઇ જાની, કનુભાઇ ધાખડા, અમિતભાઇ રવૈયા, યુનુશભાઇ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશિકભાઇ મુની, સીરાજભાઇ લાખાણી, સુલ્તાનભાઇ માસ્તર, માસુમભાઇ કમાણી, નાસીરભાઇ જમાણી, મિસમભાઇ નુરાણી, આરીફભાઇ ઝૈન, હેદારભાઇ રીઝવી, અબ્બાસભાઇ તથા કે.એસ.આઇ જમતા રાજુલા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.


