નાઇ યુવા ગ્રુપ દ્વારા રથયાત્રા નિમિતે શરબત વિતરણ કરાશે
ત્રિકોણબાગ ખાતે રથયાત્રાનું સ્વાગત કરાશે : આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
અષાઢી બીજના પવિત્ર અવસરે રાજકોટ શહેરમાં નીકળનારી ભવ્ય જગન્નાથજી રથયાત્રાને લઇને ભારે ઉત્સાહનો માહોલ છે. આ ધાર્મિક મહોત્સવમાં સેવાના ભાવ સાથે નાઇ યુવા ગ્રુપ (NYG) રાજકોટ દ્વારા એક વિશેષ આયોજક કરવામાં આવ્યું છે. રથયાત્રામાં જોડાનારા હજારો ભકતો અને આમ જનતા માટે નાઇ યુવા ગ્રુપ દ્વારા શરબત વિતરણની સેવા પૂરી પાડવામાં આવશે.
આવતીકાલે રથયાત્રાના દિવસે સવારે ૧૧ વાગ્યાથી રાજકોટના હાર્દ સમાન ત્રિકોણ બાગ ચોક ખાતે શરબત વિતરણનો પ્રારંભ થશે. રથયાત્રાના રૂટ પરથી પસાર થતા તમામ દર્શનાર્થીઓ અને ભકતજનો ગરમીમાં રાહત મેળવી શકે તે માટે નાઇ યુવા ગ્રુપના ઉત્સાહી યુવાનો ખડે પગે રહીને પોતાની સેવાઓ આપશે. નાઇ યુવા ગ્રુપના અગ્રણીઓએ જણાવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રામાં ભકતોની સુવિધા અને સેવા અર્થે આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંસ્થાના તમામ સભ્યો આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ સેવાનો લાભ લેવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નાઇ યુવા ગ્રુપના મનીષ ગોહેલ, રાહુલભાઇ જોટીંગીયા, મેહુલ બજાણીયા, રોહિત ભટ્ટી, જયુ ભટ્ટી, પિયુષ ગોલરીયા, અજય ગોંડલીયા, ચિરાગ ગોંડલીયા, લાલો દસાડીયા, રવિ ગોંડલીયા, પારસ ગોંડલીયા, કૌશલ શીશાંગીયા, તેજસ લખતરીયા, કેવલ વાઘેલા ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા ગ્રુપના સદસ્યોએ જણાવ્યું હતું.


