સહકાર ભારતીના સ્થાપક લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન
અગ્ર ગુજરાત, રાજકોટ
લક્ષ્મણરાવ માધવરાવ ઈનામદાર, સાધના….. તપસ્યા….. અને પ્રેરણા….. ત્રિવેણી સંગમ…..વકીલ સાહેબનો ઋષી પંચમીનાં પવિત્ર દિવસે સતારા (મહારાષ્ટ્ર) ખાતે જન્મ થયેલ હતો. વિદ્યાર્થી કાળથી જ રાષ્ટ્રીય રંગે રંગાયા આઝાદિની લડતમાં ઝંપલાવ્યું હતું. ૧૯૩૭માં હૈદરાબાદ આઝાદિની લડતમાં સાત મહિનાનો કારાવાસ ભોગવેલ હતો. સતારા ખાતે પૂનામાં એલ.એલ.બી. સુધી ઉચ્ચ અભ્યાસ કરી વકીલાતની પદવી લીધા પછી પણ વૈયકિતક સુખ તથા સમૃધ્ધિ માટે કલ્પના પણ ન કરતા. રાષ્ટ્રકાર્ય માટે જીવન સમર્પણ કરી ડો.સાહેબનાં સંપર્કમાં આવ્યા.
એવા દેશભકિતનાં રંગાયેલાઓ ઉચ્ચ સંસ્કાર સાથે રાષ્ટ્ર કાર્યમાં જોડાયા અને હિન્દુ સમાજને શ્રેષ્ઠ બનાવવા વ્યકિત નિર્માણ દ્વારા દેશ ઉંચો આવશે તેવી અતુટ શ્રધ્ધા સામે પૂરા આત્મવિશ્વાસ સાથે હિન્દુ સમાજનું કામ પ્રત્યેક વ્યકિત નિર્માણ દ્વારા સમાજ સંગઠન થવાનો છે. આવા દ્રઢ આત્મવિશ્વાસ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જીવન સમર્પણ કરીદેશ માટે આજીવન અપરણિત રહ્યા હતા.કરીને ૧૯૪રમાં વકીલસાહેબ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે આવ્યા. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં કામગીરી કરી હજારો સ્વયંસેવકોનાં પથદર્શક રહ્યા. ૧૯પ૧ થી ગુજરાત પ્રાંત પ્રચારક તરીકે પૂરા ગુજરાતમાં લાખો સ્વયંસેવકોને નવો રાહ ચિંધીને ૧૯૭૩થી ગુજરાત – મહારાષ્ટ્ર -વિદર્ભ-ગોવાનાં બનેલા પશ્ચિમાંચલ ક્ષેત્ર પ્રચારક, ૧૯૭૮થી ક્ષેત્ર પ્રચારક ઉપરાંત સંઘના અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ બન્યા. એમની પ્રેરણાથી ગુજરાતમાં સંગઠનનો ભારે વિકાસ થયો અને એકલા કુશળ સંગઠક જ નહી લોક સંગ્રહ અને વિચાર ઘડતરનાં યે કસબી હતા.
સંઘની કાર્યપધ્ધતિમાં પ્રચારકો પાસે એવી અપેક્ષા હોય છે કે તેઓ માત્ર સંઘના દૈનંદિનં કાર્ય પુરતી જ નહી સમાજ નિર્માણ માટે વ્યકિતશ: પારિવારીક સંબંધો પણ ખડા કરે. સૈા પોતાની શકિત મુજબ એ પણ કરે છે. પણ વકિલ સાહેબ સાથે એ બાબતે કોઈની તુલના થઈ શકે તેમ નથી; એવા વિલક્ષણ પારિવારીક સબંધો એમણે સમગ્ર ગુજરાતમાં ઉભા કર્યા છે. વકિલ સાહેબ એટલે ઘરના એક માણસ આમ ડોકટરજી – ગુરૂજી કોટીના વકીલ સાહેબને હાર્દિક શ્રધ્ધાંજલી.


