સરગમ ક્લબ અને કશ્યપ જવેલર્સ (દુબઇ) દ્વારા દિવ્યાંગો માટે ત્રિ–દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો
ત્રણ દિવસ કેમ્પ માં ૧૦૦ દર્દીને વિવિધ સાધનો વિતરણ કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સાંસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને શ્રીમતી ચંદ્રિકાબેન તથા ભરતભાઈ રૂપારેલીયા (કશ્યપ જવેલર્સ દુબઈ) ના સયુંકત ઉપક્રમે તા.૦૧/૦૬/૨૦૨૬ થી ૦૩/૦૬/૨૦૨૬ ના રોજ આ જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ ૧૦૦ દર્દીઓ એ લાભ લીધો જેમાં કેલીપર્સ નાં દર્દી ૩૮ લેગ પગ નાં દદી ૫૦ અને રીપેરીંગ ૧૨ દર્દી વિનામૂલ્યે લાભ લીધો હતો.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને ચંદ્રિકાબેન તથા ભરતભાઈ રૂપારેલીયા એ જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પમાં અમોને મુખ્ય સહયોગ ચંદ્રિકાબેન તથા ભરતભાઈ રૂપારેલિયા (કશ્યપ જવેલર્સ દુબઇનો સહયોગ મળેલ છે. દર વર્ષે ૧ જૂન ના રોજ શ્રીમતી ચંદ્રિકાબેન તથા ભરતભાઈ રૂપારેલિયા (કશ્યપ જવેલર્સ દુબઈ) દ્રારા જયપુર ફૂટ કેમ્પ યોજાશે.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ભરતભાઈ રૂપારેલીયા તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ. આ કેમ્પ ને સફળ બનાવવા માટે શ્રી દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી
મેમ્બર અનવરભાઈ ઠેબા, કનૈયાલાલ ગજેરા, કૈલાસબેન વાળા, હર્ષાબેન પીઠડીયા, સુધાબેન દોશી, ઉર્વશીબેન ટાંક, મધુરીકાબેન જાડેજા, હર્ષાબેન કથ્રેચા, નિતાબેન ઓઝા તેમજ નિશાબેન વડગામા વગેરે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ માં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર વગેરે સેવા આપેલ આવનારા તમામ દર્દી ઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવેલ.


