By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    37 minutes ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 day ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    3 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કૌભાંડી પાંભર દંપતીએ ખોટા પાસપોર્ટ બનાવી કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસો કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કૌભાંડી પાંભર દંપતીએ ખોટા પાસપોર્ટ બનાવી કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસો કર્યા

Editor
Last updated: 2026/04/23 at 4:55 PM
8 minutes ago
Share
કૌભાંડી પાંભર દંપતીએ ખોટા પાસપોર્ટ બનાવી કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસો કર્યા
SHARE

ધનંજય ફાઇનાન્સ કૌભાંડમાં નવો ખુલાસો

કૌભાંડી પાંભર દંપતીએ ખોટા પાસપોર્ટ બનાવી કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસો કર્યા

6.28 કરોડના ઠગાઈ કેસમાં જામીનની શરતોનો ભંગ, સુરતમાં ખોટી અરજી કરીને નવા પાસપોર્ટ મેળવી 2024થી 2026 દરમ્યાન વિદેશ યાત્રા કરતા ફરિયાદ નોંધાઈ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં રોકાણકારોને ઊંચા વ્યાજના લાલચમાં ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ધનંજય ફાઇનાન્સ લિમિટેડ (DFL) કૌભાંડમાં એક ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે. અગાઉથી જ કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં આરોપી બનેલા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભર સામે હવે ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી કોર્ટની પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
આ મામલે રાજકોટના વકીલ અશોકકુમાર હરીભાઈ કોયાણીએ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં સમગ્ર કાવતરું બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીઓએ કોર્ટમાં પોતાના મૂળ પાસપોર્ટ જમા કરાવ્યા હોવા છતાં ખોટી અરજી કરીને નવા પાસપોર્ટ મેળવ્યા અને તેના આધારે વિદેશ યાત્રા કરી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે.
ફરિયાદી અશોકકુમાર કોયાણી, જે છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ જિલ્લા કોર્ટમાં વકીલાત કરે છે, તેમણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેઓ અને તેમના સગા-સંબંધીઓ સહિત અનેક લોકોએ ધનંજય ફાઇનાન્સમાં મોટી રકમ રોકાણ કરી હતી. રાજકોટના નાના મવા રોડ પર આવેલી આ ફાઇનાન્સ પેઢીએ લોકોને આકર્ષક વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની ડિપોઝિટ મેળવી હતી.
પરંતુ થોડા સમય બાદ આ પેઢી અચાનક બંધ થઈ ગઈ અને રોકાણકારોના પૈસા પરત ન મળતા ભોગ બનનારાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ કેસમાં અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં આરોપીઓએ કુલ 6.28 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો હતો. આ ગુનામાં IPCની કલમ 406, 409, 420, 114, 120(B) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ કેસમાં ઘનશ્યામભાઈ પાંભર અને અસ્મિતાબેન પાંભરે ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જામીન મળતી વખતે કોર્ટ દ્વારા સ્પષ્ટ શરત મૂકી હતી કે તેઓ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર દેશ છોડશે નહીં અને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે. આરોપીઓએ આ શરત મુજબ પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા પણ કરાવ્યા હતા.
પરંતુ ફરિયાદ મુજબ, ત્યારબાદ આરોપીઓએ કાવતરું રચી સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની ખોટી અરજી કરી. આ ખોટી માહિતીના આધારે દાખલો મેળવી તેમણે સુરત રીજીયોનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી અને નવા પાસપોર્ટ મેળવી લીધા.
તપાસમાં બહાર આવ્યું છે કે ઘનશ્યામભાઈએ પાસપોર્ટ નંબર C1065080 અને અસ્મિતાબેને પાસપોર્ટ નંબર C1061793 મેળવ્યા હતા. આ નવા પાસપોર્ટના આધારે બંનેએ 2024 થી 2026 દરમિયાન વિદેશ પ્રવાસ કર્યા હોવાના આક્ષેપો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી તંત્રને ખોટી માહિતી આપી, બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા અને તેનો ઉપયોગ કરીને કાયદેસરની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો. આ કૃત્ય રાજ્યસેવકોને ગેરમાર્ગે દોરી ઠગાઈ કરવા સમાન છે.
આ મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસના અહેવાલમાં પણ આ હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. RTI હેઠળ મેળવાયેલા દસ્તાવેજોમાં સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ કોર્ટની શરતોનો ભંગ કર્યો છે અને ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી વિદેશ યાત્રા કરી છે.
હાલમાં આ મામલો વધુ ગંભીર બનતા ફરી એકવાર પોલીસ તંત્ર સક્રિય થયું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી ગુનો આચર્યો છે અને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
આ કેસ માત્ર આર્થિક છેતરપિંડી પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે તેમાં દસ્તાવેજી બનાવટ, કોર્ટના આદેશનો ભંગ અને સરકારી તંત્ર સાથે છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓ પણ જોડાઈ ગયા છે.
મહત્વપૂર્ણ છે કે અગાઉના ઠગાઈ કેસના ટ્રાયલ હજુ રાજકોટ કોર્ટમાં ચાલુ છે, ત્યારે આ નવી ફરિયાદથી આરોપીઓ માટે મુશ્કેલીઓ વધુ વધી શકે છે. જો આરોપો સાબિત થાય, તો તેમને વધુ કડક સજા ભોગવવી પડી શકે છે.
આ સમગ્ર ઘટનાએ રોકાણકારોમાં ફરી એકવાર ચિંતા ફેલાવી છે. લોકો હવે ફાઇનાન્સ કંપનીઓમાં રોકાણ કરતા પહેલા વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. સાથે સાથે આ કેસે કાયદા અને વ્યવસ્થાની અસરકારક અમલવારી અંગે પણ સવાલો ઉભા કર્યા છે.
હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની હરકતો અંગે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામીન રદ કરવાની કાર્યવાહી શરૂ

ધનંજય ફાઇનાન્સ કૌભાંડમાં નવા ખુલાસા બાદ રાજકોટ પોલીસે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ઘનશ્યામ પાંભર અને તેમની પત્ની અસ્મિતા પાંભરે કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવ્યા હોવા છતાં ખોટા દસ્તાવેજોના આધારે નવા પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કર્યો હોવાના આક્ષેપોને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. આ બાબતને આધારે રાજકોટ પોલીસે બંને આરોપીઓના જામીન રદ કરવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટના આદેશનો ભંગ અને ખોટી માહિતી આપવાના મુદ્દે હવે કેસ વધુ ગંભીર બન્યો છે, જેના કારણે આરોપીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે.

સુરત પોલીસ દ્વારા ગુનો દાખલ, ધરપકડ

રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાદ સમગ્ર મામલો સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર મારફત ફરિયાદ ડીંડોલી પોલીસ સ્ટેશન સુધી પહોંચતા સુરત પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા પાંભર દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર આ મામલે ગંભીર છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. હાલ આરોપીઓને કાયદેસર પ્રક્રિયા હેઠળ વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

બોગસ ડોક્યુમેન્ટ બનાવનારા સુધી પહોંચશે તપાસ

સુરતના ડીંડોલી પોલીસ દ્વારા હવે તપાસનો ફોકસ માત્ર આરોપીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ બોગસ દસ્તાવેજ બનાવનારા નેટવર્ક સુધી પહોંચવાનો છે. ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કેવી રીતે કઢાવવામાં આવ્યા અને તેમાં કોનો સહયોગ હતો તે જાણવા માટે પોલીસે તપાસ તેજ બનાવી છે. પાસપોર્ટ ઓફિસ સુધી આ ખોટી માહિતી કેવી રીતે પહોંચી અને કોના મારફતે સમગ્ર કાવતરું રચાયું તે મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આવનારા સમયમાં આ કેસમાં વધુ નામો બહાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

You Might Also Like

રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૨૨૫૫ મતદાન મથકો

 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે

 નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો

છ વર્ષથી ફરાર મર્ડર કેસના કેદીને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાંથી દબોચ્યો

પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડામાં ત્રણ વર્ષ સુધી સગીરા સાથે પ્રેમી સહિત નવ શખ્સોનો ગેંગરેપ
ગુજરાત

ખેડામાં ત્રણ વર્ષ સુધી સગીરા સાથે પ્રેમી સહિત નવ શખ્સોનો ગેંગરેપ

Editor By Editor 5 days ago
 નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો
દરિયાઇ માર્ગે દમણથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના કૌભાંડનો થયો ભાંડાફોડ
યુદ્ધના બહાને ગેસ ગાયબ? રાજકોટની ચૂંટણીમાં ચૂલા સળગ્યા, રાજકારણ ગરમાયું
આટકોટમાં લાંબા સમયથી ચાલતા જમીન વિવાદથી કંટાળેલા શ્રમિકનો આપઘાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?