સિંગર ભાસ્કર શુક્લ દીકરી ડો દેવાંશી શુક્લ અમેરિકા ખાતે Phd ની ડિગ્રી મેળવી
અગ્ર ગુજરાત, રાજકોટ
જાણીતા ગાયક પ્લે બેકસિંગર મૂળ રાજકોટના ભાસ્કર શુક્લ અને રેણુ શુક્લની દીકરી ડૉ. દેવાંશી શુક્લએ પોતાની PhD (Neuroscience) સફળતા પૂર્વક પૂર્ણ કરી અને સાથે સાથે અમેરિકા 🇺🇸 માં સ્કોલરશીપ મેળવીને રાજકોટ સૌરાષ્ટ્રનું અને સમગ્ર શુક્લ પરિવારનું ગૌરવ વધાર્યું છે, આ તકે તેમના પિતા ભાસ્કર શુક્લ એ જણાવેલ હતું કે આ સિદ્ધિ પાછળ દેવાંશીનો વર્ષોની અવિરત મહેનત, ત્યાગ, સંઘર્ષ, નિષ્ઠા અને અડગ આત્મવિશ્વાસ છુપાયેલો છે બાળપણથી લઈને આજ સુધીની તેની દરેક સફર આંખો સામે જીવંત બની જાય છે અને દિલ ગર્વ, આનંદ અને ભાવનાથી છલકાઈ જાય છે “Dr. Devanshi Bhaskar Shukla” બનવું માત્ર એક ડિગ્રી નથી પરંતુ તેના સપનાઓનું સાકાર સ્વરૂપ છે જાત મહેનતે મેળવલી દીકરીએ સિદ્ધિ માતા પિતા તરીકે અમે ગૌરવ અનુભવી છીએ આ તકે દેવાંશીને તેમની મોટીબેન અને જાણતી સિંગર વિદિતા શુક્લ સહિત સગા, સંબંધી, તેમજ વિશાલ મિત્ર વર્તુળ શુક્લ પરિવારને મોબાઈલ નંબર 98243 97983 શુભેચ્છા અને અભિનંદન ધોધ વહી રહ્યો છે.


