By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોંગ્રેસના કેબિનેટ મંત્રીએ કર્યો અયોધ્યા આમંત્રણનો સ્વીકાર, સોનિયા ગાંધીનો અસ્વીકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કોંગ્રેસના કેબિનેટ મંત્રીએ કર્યો અયોધ્યા આમંત્રણનો સ્વીકાર, સોનિયા ગાંધીનો અસ્વીકાર

agragujaratnews
Last updated: 2024/01/12 at 11:10 AM
3 years ago
Share
કોંગ્રેસના કેબિનેટ મંત્રીએ કર્યો અયોધ્યા આમંત્રણનો સ્વીકાર, સોનિયા ગાંધીનો અસ્વીકાર
SHARE

  • કોંગ્રેસના વીરભદ્ર સિંહના પુત્ર જશે અયોધ્યા
  • કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહ જશે અયોધ્યા
  • હું મારી જાતને ભાગ્યશાળી માનું છું

ભવ્ય રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. રામ મંદિરના ઉદ્ઘાટન અને રામલલાના અભિષેકની તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે દેશ વિદેશમાં વસતા રામભક્તોને રામ મંદિરનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો લોકોમાં અનેરો ઉત્સાહ છે તેમજ દેશના વિવિધ ખૂણેથી ભક્તો પોતાના તન, મન અને ધનથી મંદિરના નિર્માણ કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. ત્યારે રામ મંદિરના આમંત્રણનો કોગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ ભગવાન શ્રીરામના મંદિર પર રાજનીતિ રમી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓના વિરોધ વચ્ચે સમાચાર છે કે, કોંગ્રેસના જ પૂર્વ સીએમના પુત્રે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તે હાજર રહેવાના છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.

મળતી માહિતી મુજબ,

કોંગ્રેસના ટોચના નેતાઓને રામ મંદિરનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું જેનો કોંગ્રેસના ટોચના નેતાઓ અને સોનિયા ગાંધીએ અસ્વીકાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ રામ મંદિર પ્રાણ પ્રતષ્ઠાનો બહિષ્કાર કરી રહ્યાં છે. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, કોંગ્રેસના વીરભદ્ર સિંહના પુત્ર અને હિમાચલના મંત્રીએ 22 જાન્યુઆરીએ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે, તે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે. તેણે આ નિવેદન બે દિવસ પહેલા જ આપ્યું હતું.

બુધવારે નિવેદન આપ્યું

બરાબર તે જ દિવસે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેશે નહીં. પાર્ટીએ બુધવારે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. જો કે ટોચના નેતૃત્વના આ નિર્ણયનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઘણા ધારાસભ્યો અને નેતાઓએ પાર્ટીના નિર્ણય પર દુઃખ વ્યક્ત કર્યું છે.

હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમના પુત્ર

તે દરમિયાન હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર અને કોંગ્રેસની સુખુ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહનું નિવેદન ચર્ચામાં છે. તેમણે બે દિવસ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે. તેમણે આમંત્રણ માટે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદનો પણ આભાર માન્યો છે. તમને જણાવી દઈએ કે, વિક્રમાદિત્યની માતા પ્રતિભા સિંહ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે. પ્રતિભા 2022ની વિધાનસભા ચૂંટણીમાં સંગઠનનું નેતૃત્વ કરી રહી હતી અને મુખ્યમંત્રીની રેસમાં સામેલ હતી. પ્રતિભા કોંગ્રેસમાંથી સાંસદ પણ છે. જ્યારે નવી સરકારની રચના થઈ ત્યારે પ્રતિભાના ધારાસભ્ય પુત્ર વિક્રમાદિત્યને જાહેર બાંધકામ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. પ્રતિભાના પતિ અને વિક્રમાદિત્યના પિતા વીરભદ્ર સિંહ છ વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જુલાઈ 2021 માં તેમનું અવસાન થયું.

‘હું મારી જાતને ભાગ્યશાળી માનું છું’

હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર અને મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે. તેમણે આમંત્રણ માટે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદનો પણ આભાર માન્યો છે. વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી અને હિમાચલ પ્રદેશમાંથી આમંત્રિત કરાયેલા થોડા લોકોમાં સામેલ થવાને કારણે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને અને મારા પરિવારને આ સન્માન આપવા માટે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદનો આભાર માનું છું.

‘મારી અયોધ્યા મુલાકાતને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી’

તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક દિવસનો ભાગ બનવાની આ જીવનભરની તક છે. ‘દેવ સમાજ’માં માનતા હિન્દુ તરીકે મારી જવાબદારી છે કે આ પ્રસંગે હાજર રહી ભગવાન રામની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ના સાક્ષી બનવું. હું કટ્ટર હિન્દુ પરિવારમાંથી આવું છું અને મારી મંદિરની મુલાકાતને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. મેં રેકોર્ડ પર કહ્યું છે કે અમારી માન્યતાઓને કોઈ રાજકીય વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી અને તે મારા અને મારા પરિવાર માટે ઊંડી શ્રદ્ધાનો વિષય છે. હું રામ મંદિર ચોક્કસ જઈશ. સિંહે કહ્યું છે કે તેઓ પહેલાથી જ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને તેમની યોજના વિશે જાણ કરી ચૂક્યા છે.

અમે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી અયોધ્યા જઈશું: સુખુ

તે જ સમયે, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ મંગળવારે કહ્યું હતું કે ‘અમારું જીવન ‘મર્યાદા પુરુષોત્તમ’ ભગવાન રામના નામથી શરૂ થાય છે. મને અયોધ્યા જવા માટે આમંત્રણની જરૂર નથી. જોકે, સુખુએ કહ્યું કે તે ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી અયોધ્યા જશે.

You Might Also Like

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ
ગાંધીનગર

ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ

Editor By Editor 7 days ago
રામેશ્વરમાં કારતક માસમાં સામૂહિક શિવપુરાણ કથાયાત્રાનું આયોજન
ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર
કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?