સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન
ચૈતન્યસ્વરૂપ સ્વામી આખ્યાન કથાનો લાભ આપશે : મહિલા મંચ અને રક્તદાન કેમ્પ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ભારત વર્ષના આદર્શ પાત્રોના જીવન ઉપર આધારિત અમૂલ્ય પ્રેરણા સભર આખ્યાન કથાનું આયોજન તારીખ 18 એપ્રિલથી 23 એપ્રિલ દરમ્યાન રાત્રે 8:30 વાગ્યે, બાપા સીતારામ ચોક, મવડી રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.
દેશ-વિદેશમાં પ્રખ્યાત કથાકાર વક્તા ચૈતન્યસ્વરૂપદાસ સ્વામી તેમના મધુર કંઠે ભારત વર્ષના આદર્શ પૌરાણિક પાત્રોનાં જીવન ચરિત્રોમાંથી વ્યક્તિગત જીવનમાં, માનસિક સંતાપમાં, ઘર કુટુંબના પારિવારિક પ્રશ્નોના પરિતાપમાં, સંતાનોના ભાવિ જીવનના ચિંતા તાપમાં, સામાજિક જીવનની અસુરક્ષાનો અનુતાપમાં, આર્થિક વ્યવહારમાં અને મોંઘવારીના મહાતાપમાં શીતળ જ્ઞાનવર્ષા કરીને માનવ જીવનની સાર્થકતા સમજાવશે.
પાંચ દિવસ દરમિયાન વક્તાશ્રી દ્વારા ભારત વર્ષના આદર્શ પૌરાણિક પાત્રોમાંથી આપણને પથ દર્શન અને પ્રેરણા મળે તેવા ચરિત્રોનું અનુપાન કરાવશે.
ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી ની પ્રેરણાથી દર વર્ષે ઉનાળામાં ગ્રીષ્મ વ્યાખ્યાન કથાનું આયોજન ગુરુકુલ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવતું હોય છે.આ આખ્યાન કથા અંતર્ગત 21 એપ્રિલે રક્તદાન કેમ્પ અને 23 એપ્રિલે મહિલા મંચનું આયોજન રાત્રિના ૮:૩૦ થી ૧૧ દરમિયાન કરવામાં આવેલું છે.
રાજદ્વારી મહાનુભાવો કુવરજીભાઈ બાવળીયા, પરષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા ઉપસ્થિત રહેનાર છે. તેમજ અતિથિ વિશેષ તરીકે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી (પ્રમુખ-સીદસર મંદિર ), ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ ), વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી ), મૂળજીભાઈ ભીમાણી (વસંત બિલ્ડર્સ ), વિજયભાઈ ડોબરીયા( સદભાવના વૃદ્ધાશ્રમ ), બીપીનભાઈ અડવાણી (ગોપાલ નમકીન ), પુનિતભાઈ ચોવટીયા (યુનિટી ગ્રુપ), ભવાનભાઈ રંગાણી (બેકબોન ગ્રુપ ), મનસુખભાઈ પાણ( હાઈ બોન્ડ ગ્રુપ), શિવલાલભાઈ આદ્રોજા (એન્જલ પંપ ), પ્રવીણભાઈ કાનાબાર (બિલ્ડર), રાજનભાઈ વડાલીયા (વડાલીયા ગ્રુપ ), પ્રવીણભાઈ પીપળીયા (સહજાનંદ વિલેજ) વગેરે લાભ લેનાર છે.
આખ્યાન કથાના યજમાન તરીકે ડાયાભાઈ, જયંતીભાઈ અને મનસુખભાઈ સોરઠીયા (રીયલ ગ્રુપ ), હિતેશભાઈ અને સમીરભાઈ હાંસલીયા ( ઝેન ગાર્ડન ગ્રુપ ), નરેન્દ્ર ભાઈ અને અમૃતભાઈ માથોલીયા ( નિધિ સીડ્સ ) વગેરે પરિવાર જોડાયા છે.
અલ્પાહાર અને પ્રસાદના યજમાન તરીકે યુનિટી ગ્રુપ, ફિલ્ડલાઈફ કેમિકલ્સ, ન્યુ શ્રીજી આઈસ્ક્રીમ, ગેલકૃપા એન્ટરપ્રાઇઝ, સહજાનંદ ડેવલપર્સ, રેઈન્બો ગ્રુપ વગેરે પરિવારોએ લાભ લીધો છે.
પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી અને હરિપ્રિયદાસજી સ્વામીએ સમગ્ર રાજકોટની જનતાને સત્સંગલાભ લેવા અનુરોધ કર્યો છે.


