By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કુખ્યાત શામજી મકા ગેંગ પર કસાયો પોલીસનો ગુજસીટોકનો ગાળિયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કુખ્યાત શામજી મકા ગેંગ પર કસાયો પોલીસનો ગુજસીટોકનો ગાળિયો

Editor
Last updated: 2026/04/22 at 4:40 PM
2 months ago
Share
કુખ્યાત શામજી મકા ગેંગ પર કસાયો પોલીસનો ગુજસીટોકનો ગાળિયો
SHARE

કુખ્યાત શામજી મકા ગેંગ પર કસાયો પોલીસનો ગુજસીટોકનો ગાળિયો

થોરાળાની ગેંગના 12 સામે કડક કાર્યવાહી, 8 આરોપી ઝડપાયા; ખૂનથી લઈ મિલકત કબજા સુધીના 37 ગુનાઓમાં સંડોવણી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ સંગઠિત ગુનાખોરીને નાથવા માટે શહેર પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ફરી એક વખત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી અને ખૂન, લૂંટ, ખંડણી તથા જમીન-મકાન પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી ‘શામજી ઉર્ફે શામો મકા મકવાણા’ ગેંગ સામે પોલીસે કડક પગલાં લીધા છે. આ કાર્યવાહી હેઠળ ગેંગના કુલ 12 સભ્યો સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે, જેમાંથી 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સો હજુ ફરાર છે.
આ સમગ્ર ઓપરેશન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ સીપી ચૈતન્ય માંડલીકની સીધી દેખરેખ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેંગ દ્વારા ફેલાવવામાં આવેલા ભયના માહોલને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પોલીસ તપાસ મુજબ, આ ગેંગ વર્ષ 2016થી 2024 દરમિયાન સતત સક્રિય રહી હતી અને ખાસ કરીને ગોકુલપરા તથા થોરાળા વિસ્તારમાં પોતાની દાદાગીરી જમાવી હતી. સામાન્ય નાગરિકોને ધમકી આપી, ગેરકાયદેસર રીતે મંડળી બનાવી અને હિંસક પ્રવૃત્તિઓ દ્વારા તેઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરતા હતા. જમીન-મકાન કબજે કરવા, પૈસા વસુલવા અને વિરોધ કરનારાઓ પર જીવલેણ હુમલા કરવા જેવી ઘટનાઓમાં આ ગેંગનું નામ સામે આવતું રહ્યું છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શામજી મકવાણા હોવાનું બહાર આવ્યું છે, જે પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત રીતે ગુનાઓ આચરતો હતો. ગેંગ સામે ખૂન, ખૂનની કોશિશ, ગંભીર ઈજા, લૂંટ, રાયોટિંગ અને સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ જેવા ગંભીર પ્રકારના 22 સહિત કુલ 37 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ, ગેંગના સભ્યો માટે ગુનાખોરી જ આજીવિકાનું મુખ્ય સાધન બની ગયું હતું.
આ ગેંગને ડામી દેવા માટે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઈમ) ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો બનાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની દેખરેખમાં પીએસઆઈ સી.જે. જાડેજા અને તેમની ટીમે આરોપીઓના લોકેશન મેળવીને સઘન દરોડા પાડ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન સફળ બનાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેવશી મકા મકવાણા, દિલીપ ઉર્ફે દિલો પ્રેમજી ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ શામજી મકવાણા, કિરણ મોહન ખીમસૂરિયા, અજય રાજુ જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો ધરમશી બારૈયા, નાગેશ ઉર્ફે લાલો શામજી મકવાણા અને મેહુલ કનુ સોલંકી સહિતના 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર શામજી મકવાણા સહિત ચાર આરોપીઓ હાલ પોલીસની પકડથી દૂર છે અને તેમની શોધખોળ માટે અલગ ટીમો કાર્યરત છે.
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, માત્ર આરોપીઓની ધરપકડ પૂરતી નહીં રહે, પરંતુ ગેંગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓથી એકઠી કરેલી મિલકતો અને ગેરકાયદેસર રીતે વસાવેલા મકાનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા મિલકતોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં કડક પગલાં લેવામાં આવશે.
પોલીસના આ અભિયાનથી શહેરના ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને સંગઠિત ગુનાખોરીમાં સંકળાયેલા શખ્સો માટે આ કાર્યવાહી ચેતવણીરૂપ સાબિત થઈ છે.
ઉલ્લેખનીય છે કે શહેરને સુરક્ષિત બનાવવા માટે છેલ્લા છ મહિનામાં પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કુલ છ ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પેંડા ગેંગના 17, મુર્ગા ગેંગના 21, બાટલી ગેંગના 14, ઓડિયા ગેંગના 10, ઇભલા ગેંગના 7 અને હાલ શામજી મકા ગેંગના 12 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. આ રીતે કુલ 81 જેટલા ગુનેગારો સામે કડક કાર્યવાહી થઈ ચૂકી છે. રાજકોટ પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ સઘન કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સમયમાં પણ આવા ગુનેગારો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને કોઈપણ ભોગે ગુનાખોરીને વકરવા દેવામાં નહીં આવે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ
રાજકોટ

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

Editor By Editor 5 days ago
રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી
શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા
સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?