નીટ યુજી ૨૦૨૬માં ટોપ-૨૦ ફિમેલમાં સ્થાન મેળવતી હિયા વસાવડા
કેન્સર સર્જન જસ્મીન વસાવડાની પુત્રીએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
નીટ યુજી 2026માં હિયા વસાવડાએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કરેલ ટોપ 20 ફિમેલમાં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું. નીટ યુજી 2026 માં હિયા જસ્મીનભાઈ વસાવડાએ 720 માંથી 697 માર્ક મેળવી સમગ્ર દેશમાં 43 મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. હિયા વસાવડાએ ગુજરાતમાં ચોથો ક્રમ અને કન્યાઓની શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. બાયોલોજી વિષયમાં કુલ 360 ગુણમાંથી 360 ગુણ મેળવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્કિંગની દ્રષ્ટિથી 22 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા, તેમાં 43 મી ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કરી છે. જાણીતા કેન્સર સર્જન જસ્મીનભાઇ ચંદ્રશેખરભાઈ વસાવડા અને વરિષ્ઠ પિડિયાટ્રિશિયન પ્રોફેસર હલક વસાવડાની પુત્રી અને મૂળ માંગરોળના વતની ચંદ્રશેખરભાઈ અને માયાબેનની પૌત્રી તથા મૂળ રાજકોટના વતની સ્વર્ગસ્થ જગદીશભાઈ જોશીપુરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જાણીતા પ્રશિક્ષક દીપ્તિ જોષીપુરાની દોહિત્રી સમગ્ર દેશમાં પ્રથમ 50 ના રેન્કિંગમાં સ્થાન મેળવી અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.


