ઉપલેટા તાલુકાની ડુમીયાણી જીલ્લા પંચાયત સીટમાં ૪૦ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો
વર્ષોથી કોંગ્રેસનું ગઢ ગણાતી સીટ ઉપર વિજય ધ્વજ લહેરાવતું રાજકોટ જીલ્લા ભાજપ : ભારતીબેન હુંબલ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬માં રાજકોટ જીલ્લાની ડુમીયાણી જીલ્લા પંચાયતના જાગૃત અને વિકાસમુખી મતદારોએ ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ‘કમળ’ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને વિકાસના માર્ગ ઉપર મહોર માર્યો તે બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા ડુમીયાણી જીલ્લા પંચાયત સીટના વિજેતા ઉમેદવારશ્રી ભારતીબેન મજબુતભાઈ હુંબલ, જીલ્લા પંચાયત સીટના ચૂંટણી ઇન્ચાર્જ નરશીભાઈ મૂંગલપરા, વર્ષાબેન ગજેરા, ઉપલેટા તાલુકા ભાજપની સમગ્ર સંગઠનની ટીમ, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, યુવા મોરચા સહીતનાઓની અથાગ મહેનતનું પરિણામ છે. રાત-દિવસ નાત-જાત, તાપ-તડકો જોયા વિના અવિરત મહેનતનું પરિણામને આભારી છે. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયા, સહ-ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.


