વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કુટુંબમાં ૧૦૦ ટકા મતદાન કરાવવા બાળકોના શપથ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટ શહેરની જુની અને જાણીતી વિરાણી હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને મતદાનની ગુપ્તતા જાળવી, મારો મત મારો અધિકાર છે, તથા લોકશાહીમાં એક મતની પણ કિંમત હોય છે અને મતદાન ધર્મ છે ત્યારે મતદાન કરવું જરૂરી છે તે સમજી પોતાના કુટુંબમાં ૧૦૦% મતદાન કરાવશે તેવા શપથ લીધા હતા. તેમજ વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ VOTE(મતદાન કરો) ની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ ૯ અને ૧૧ ના ૪૦૦ વિદ્યાર્થીઓ તથા પ્રણવ શુક્લ, જે એન સરધારા, આર એલ બામટા તથા અન્ય શિક્ષકો જોડાયા હતા


