By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી

Editor
Last updated: 2026/05/06 at 4:30 PM
2 months ago
Share
રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી
SHARE

રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી

થોરાળા વિસ્તારમાં બેફામ તત્વોએ જાહેરમાં સાડી ખેંચી ; અગાઉની અરજીનો બદલો લેવાનો આક્ષેપ, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં નારી સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે એવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. થોરાળા વિસ્તારમાં એક આંગણવાડી કર્મી સાથે જાહેર રસ્તા પર છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રસ્તા વચ્ચે સાડી ખેંચી અપમાનિત કરવાની આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાવ્યો છે.
મળતી માહિતી મુજબ, થોરાળા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતા, જે આંગણવાડીમાં કર્મી તરીકે ફરજ બજાવે છે, તે સાંજે એકટીવા પર પોતાના ઘરેથી બહાર નીકળી હતી. વિજયનગર વિસ્તારમાં આવેલ ફ્લોર મિલ ખાતે ઘરકામ માટે જતી વખતે શેરીના ખૂણાએ ઉભેલા ત્રણ યુવકો સાથે તેનો સામનો થયો હતો.
ફરિયાદ અનુસાર, એકટીવાનું હોર્ન મારતા ત્યાં ઉભેલા મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા ઉશ્કેરાઈ ગયા હતા. મુખ્ય આરોપી મયુરે મહિલાને સંબોધીને કહ્યું હતું કે, “તમે અમારાં વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે, પણ અમારું કંઈ બગાડી નહીં શકો,” તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. તેની સાથે રહેલા અન્ય બે યુવકો પણ ગાળો બોલવામાં જોડાયા હતા. પરિસ્થિતિ ઝડપથી બગડતા મયુર ખીમસુરીયાએ મહિલાની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે મહિલાએ ઊંચા અવાજે બૂમાબૂમ કરી હતી. આ સમયે મહિલા સંપૂર્ણપણે નિઃસહાય બની ગઈ હતી. જાહેરમાં આ પ્રકારની હરકત થતા આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
મહિલાના રાડા સાંભળીને પરિવારજનો અને નજીકના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકો ભેગા થતા ત્રણેય આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ બાદ મહિલાએ તાત્કાલિક 112 હેલ્પલાઇન પર કોલ કર્યો હતો, જેના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પછી મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. થોરાળા પોલીસે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા સામે બીએનએસ કલમ 76 અને 352 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલાએ થોડા દિવસ પહેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેના કારણે બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે વધુ સઘન પગલાં લેવાની જરૂરિયાત પણ અનુભવી રહી છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
ભાવનગર

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

Editor By Editor 3 hours ago
મહાનગરપાલિકા દ્વારા “આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬”ની ઉત્સાહભેર ઉજવણી
યા હુસેનના નારા સાથે તાજીયા આજે સાંજે પડમાં આવશે
ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગા સ્ટુડિયોનો પ્રારંભ
કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?