By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: World Yoga Day 2025: અમદાવાદમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો કરશે યોગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World Yoga Day 2025: અમદાવાદમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો કરશે યોગ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/19 at 8:07 PM
1 year ago
Share
World Yoga Day 2025: અમદાવાદમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો કરશે યોગ
SHARE

સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11માં વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવશે. જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકારો સાથે વાત કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, યોગને વૈશ્વિક ઓળખ મળી છે. જેના પગલે દર વર્ષે યોગ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

યોગ દિવસની ભવ્ય ઉજવણી

જિલ્લા કલેકટરે યોગ દિવસની ઉજવણી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં જિલ્લા કક્ષાની ઉજવણી એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી ખાતે કરવામાં આવશે. જેમાં બે હજારથી વધુ લોકો સહભાગી થવાના છે. અમદાવાદ જિલ્લામાં કુલ 1464 સ્થળો પર યોગનો કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ યોગ દિવસની થીમ, ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ (‘Yoga for One Earth One Health) અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુકત ગુજરાત’ પર યોગાસન કરવામાં આવશે. કલેક્ટરે વધુમાં કહ્યુ હતુ કે, યોગ થકી જાહેર સુખાકારી વધારવાનો ઉદ્દેશ છે. લોકો સ્વેચ્છાએ યોગને પોતાની જીવનશૈલીમાં સામેલ કરે અને નિરામય બની રહે, એવી આશા છે.

કાર્યક્રમોની યાદી

કલેક્ટર સુજીત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, યોગ પ્રોટોકોલ પ્રમાણે સવારે 5-45 કલાકથી 8-00 કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 6-20થી 7-00 વાગ્યા સુધી મહાનુભાવોનાં વક્તવ્યો થશે અને ત્યાર બાદ 7-00 કલાક થી 7-45 દરમિયાન કૉમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે. અને ત્યાર બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થશે. કલેકટરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આદર્શ આચારસંહિતાનો કોઈ પણ પ્રકારે ભંગ ન થાય, તેની સંપૂર્ણ કાળજી યોગ દિવસની ઉજવણીમાં લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે.

લોથલ ખાતે પણ યોગ દિવસની ઉજવણી

જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે માહિતી આપી હતી કે. અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણીનું ખાસ આયોજન કરાયું છે. જેમાં સ્થાનિક લોકો, યુવાનો અને પોલીસ જોડાશે. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત તારીખ 15મી જૂનથી 21 જૂન દરમિયાન શાળાનાં બાળકો તથા યુવાનો સાથે યોગ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભા સાથે યોગાભ્યાસ ઉપરાંત ચિત્રસ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા, નિબંધ-લેખન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિના પ્રયાસો કરાઈ રહ્યાં છે. જિલ્લામાં વાલીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલાં મહત્ત્વપૂર્ણ સ્થળો પર યોગને પ્રોત્સાહન આપવા માટે સેલ્ફી પોઇન્ટ્સ બનાવવાનું પણ આયોજન છે.

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
ગુજરાત

 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન

Editor By Editor 5 days ago
લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
અલિયાબાડા-જામનગર રેલ લાઈન પર ૧૨3 કિ.મી.ની ઝડપે એન્જીનનું ટ્રાયલ
વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?