“યોગા ફોર હેલ્ધી એજિંગ” થીમ પર વી.વી.પી.માં આંતરરાસ્ટ્રીય યોગ દિવસ યોજાયો
એકાગ્રતા વધારવાનું શ્રેષ્ઠ માધ્યમ યોગ અભ્યાસ છે – યોગાચાર્ય બાબુભાઈ ચૌહાણ
અગ્ર ગુજરાત, રાજકોટ
તત્વ ફોઉંન્ડેસન – રાજકોટ ના સહયોગથી સૌરાષ્ટ્રનીખ્યાતનામ વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં “યોગા ફોર હેલ્ધી એજિંગ” થીમ પર આંતરરાસ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે તત્વ ફોઉંન્ડેસનના ડો..રસીલાબેન પટેલ, યોગાચાર્ય બાબુભાઈ ચૌહાણ, ડો. યોગીતાબેન ટાંક, ભાવિકાબેન ભટ્ટ વીવીપીના ટ્રસ્ટી નવીનભાઈ શેઠ, પ્રિન્સીપાલ ડો.પીયુશભાઇ વણઝારા, ડિપ્લોમાના આચાર્ય ડો.પરેશભાઈ કોટક અને ARCHITECTURE કોલેજ ના પ્રિન્સીપાલ પ્રો. દેવાંગભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યોગાચાર્ય બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે યોગા ફોર હેલ્ધી એજિંગ નો મતલબ જ એ છે કે, આપણે યોગાભ્યાસ કરીને લાંબુ અને સ્વસ્થ જીવન મેળવી શકીએ છીએ આજની ભાગદોડ અને તણાવભરી સ્થિતિમાં એકાગ્રતા અને માનસિક સ્વાસ્થ્ય માટે હજારો વર્ષો પહેલા ઋષીઓએ આપણને આપેલો આ રસ્તો ખુબ સરળ અને અતિ અસરકારક છે.
સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ સફળ સંચાલન ઇ.સી. વિભાગના પ્રો. શેરોનબેન ક્રિસ્ટીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા NSSના કન્વીનર પ્રો. સંકેત પંડ્યા, સ્પોર્ટસ ટીચર શ્યામભાઈ પુરોહિત તથા વીવીપી સ્ટાફ ગણ ખુબ જહમત ઉઠાવેલ હતી. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવે શુભકામનાઓ પાઠવેલ હતી.


