By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    10 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૨૫,૯૬૮ કરોડનું મહિલા સુરક્ષા ફંડ ક્યાં ગયું? ગુજરાતની સ્ત્રીઓ આજે પણ અસુરક્ષિત:આપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

૨૫,૯૬૮ કરોડનું મહિલા સુરક્ષા ફંડ ક્યાં ગયું? ગુજરાતની સ્ત્રીઓ આજે પણ અસુરક્ષિત:આપ

Editor
Last updated: 2026/05/29 at 3:00 PM
1 day ago
Share
૨૫,૯૬૮ કરોડનું મહિલા સુરક્ષા ફંડ ક્યાં ગયું? ગુજરાતની સ્ત્રીઓ આજે પણ અસુરક્ષિત:આપ
SHARE

૨૫,૯૬૮ કરોડનું મહિલા સુરક્ષા ફંડ ક્યાં ગયું? ગુજરાતની સ્ત્રીઓ આજે પણ અસુરક્ષિત:આપ

૫૦ હજારથી વધુ મહિલાઓના અપહરણ છતાં ભાજપ સુરક્ષાના પોકળ દાવાઓ કરે છે

કડક કાયદો નહીં બને તો AAP મહિલા મોરચો મંત્રીઓના ઘરે જઈ જવાબ માંગશે: પાયલ સાકરિયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરિયાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકાર દ્વારા ટ્રિપલ એન્જિન સરકાર, મહિલા સુરક્ષા અને સલામત ગુજરાતના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં મહિલાઓ આજે પણ અસુરક્ષિત અનુભવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે ભાજપના નેતાઓ મહિલા સુરક્ષા અને સલામત ગુજરાતની વાતો કરે છે તેમજ વિધાનસભામાં મહિલાઓ માટે મોટા ફંડ અને બજેટ ફાળવવાના દાવા કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલા સુરક્ષા માટે ૨૫,૯૬૮ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે, જેમાં મહિલા હેલ્પલાઇન 181 અને પોલીસ સ્ટેશનોમાં મહિલા ડેસ્ક જેવી વ્યવસ્થાઓની વાતો કરવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે મોટો પ્રશ્ન છે. તેમણે સવાલ કર્યો હતો કે ગુજરાતનું એવું કયું ગામ, શહેર, જિલ્લો કે વિસ્તાર છે જ્યાં મહિલાઓ અડધી રાત્રે પણ નિર્ભયતાથી ફરી શકે? પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ૧૬ લાખથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની છે અને ૫૦ હજારથી વધુ મહિલાઓના અપહરણના ગુનાઓ નોંધાયા છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૪ના NCRBના આંકડાઓ મુજબ ૬૬૧ મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બની છે. તેમણે જણાવ્યું હતું કે દુષ્કર્મ જેવી ઘટનાઓ માત્ર આંકડા નથી પરંતુ મહિલાઓની પીડા છે, છતાં ભાજપના નેતાઓ સલામત ગુજરાતના દાવાઓ કરે છે. તેમણે સવાલ કર્યો હતો કે શું ભાજપના નેતાઓના ઘરે બહેન-દીકરીઓ નથી કે મહિલાઓ સાથે આવી ગંભીર ઘટનાઓ બનતી હોવા છતાં તેઓ સુરક્ષાના દાવા કરે છે..?

AAP નેતા પાયલ સાકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ મોટા પોલીસ પ્રોટેક્શન સાથે ફરે છે તેથી સામાન્ય મહિલાઓની અસુરક્ષા શું હોય છે તે તેઓ સમજી શકતા નથી. તેમણે જણાવ્યું હતું કે જે પોલીસ અને તંત્રનો ઉપયોગ વિપક્ષી નેતાઓ પર નજર રાખવા અને તેમને પકડવા માટે કરવામાં આવે છે, તે જ તંત્રનો ઉપયોગ મહિલાઓની સુરક્ષા માટે થયો હોત તો આજે મહિલાઓ ખરા અર્થમાં સુરક્ષિત હોત. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો ગુંડાઓ, લફંગાઓ, ડ્રગ્સ સેવનારા લોકો જેટલો જ ડર પોલીસથી પણ અનુભવે છે અને સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં એકલા જઈ ફરિયાદ નોંધાવી શકે તેવી સ્થિતિ નથી. તેમણે મહિલા ડેસ્કની વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મહિલાઓને સુરક્ષા અને વિશ્વાસ આપવાના દાવા થાય છે, પરંતુ મહિલાઓ હજુ પણ ભયમાં જીવે છે. પાયલ સાકરિયાએ ભાજપના મહિલા મોરચા અને સરકારમાં બેઠેલી મહિલાઓને સવાલ કર્યો હતો કે દહેજ, દુષ્કર્મ અને મહિલાઓ સામેની ગંભીર ઘટનાઓ સામે તેઓ કેમ મૌન છે અને મહિલાઓ માટે યોગ્ય વ્યવસ્થા ક્યારે ઉભી કરવામાં આવશે? તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની સહનશક્તિની પણ એક હદ હોય છે અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે નારી શક્તિને પડકારવામાં આવી છે ત્યારે મહિલાઓએ પોતાની શક્તિ બતાવી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો મહિલા સુરક્ષા માટે કડક કાયદો અને તેનું કડક અમલીકરણ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી મહિલા મોરચો સરકારમાં બેઠેલા મંત્રીઓના ઘરે જઈને મહિલા સુરક્ષા અંગે જવાબ માંગશે અને જવાબ મેળવ્યા વગર પાછા નહીં ફરે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજપરા લેઉવા પટેલ મંડળ આયોજિત 34મો સ્નેહમિલન સમારોહ યોજાયો
રાજકોટ

રાજપરા લેઉવા પટેલ મંડળ આયોજિત 34મો સ્નેહમિલન સમારોહ યોજાયો

Editor By Editor 2 days ago
બેરલ-કેનમાં પેટ્રોલ-ડિઝલ આપવા પર પ્રતિબંધ
ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ
સોની બજારમાં પોલિશિંગ કારખાનામાં ભીષણ આગ : ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ
ગીરગઢડાના સદાવાળી ધાર વિસ્તારમાં ગંદકી નું સામ્રાજ્ય,, સડેલા ઢોર ખાવા સિંહો મવજબૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?