By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ

Editor
Last updated: 2026/04/23 at 4:53 PM
4 months ago
Share
પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ
SHARE

પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ

SAY NO TO DRUGS મિશન અંતર્ગત સતત ત્રીજો દરોડો, પેડલર મહિલા સુરતથી ગાંજો લાવી શહેરમાં છૂટક વેચાણ કરતી હતી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વધતા જતા પ્રસાર સામે પોલીસ તંત્ર હવે સખત એક્શનમાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં સતત દરોડાઓ પાડી નશાના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક વધુ સફળ કામગીરીમાં પ્ર.નગર પોલીસે પોપટપરા વિસ્તારમાંથી એક મહિલા પેડલરને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 3.56 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, શહેર પોલીસ દ્વારા SAY NO TO DRUGS અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોના વેચાણ અને સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ઇન્ચાર્જ એડીશનલ પોલીસ કમિશનર હરપાલસિંહ જાડેજા અને ડીસીપી રાકેશ દેશાઈના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકોને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ સૂચનાના આધારે પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એમ.ડી. મકવાણાની રાહબરી હેઠળ પીએસઆઈ જે.બી. રાણીંગા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે પોપટપરા રેલનગર મેઈન રોડ પર આવેલી કૃષ્ણા પાર્ક સામે ગુરુકૃપા ગેરેજવાળી ગલીમાં રહેતી એક મહિલા પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલાને કાબૂમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ વર્ષાબેન બાબુ ઉકેડીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા મકાનની તલાશી લેવામાં આવતાં અંદરથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 7.132 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 3.56 લાખ થાય છે. આ સાથે પોલીસે મહિલાની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી વર્ષાબેન ઉકેડીયા સુરતથી ગાંજાનો જથ્થો લાવી રાજકોટમાં છૂટકમાં વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલી હોઈ શકે છે. હાલ પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેથી આ ગાંજાનો સપ્લાય ચેન અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે માહિતી મેળવી શકાય.
મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ પોલીસ દ્વારા આ ત્રીજો મોટો દરોડો પાડવામાં આવ્યો છે, જેમાં અગાઉ પણ બે અલગ અલગ સ્થળોએથી નશીલા પદાર્થો સાથે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ સતત કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પોલીસ હવે નશાના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વનરાજભાઈ બોરીચા અને રિયાઝભાઈ ભીપોત્રાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીથી આ સફળતા મળી છે. પોલીસ દ્વારા હાલ આ કેસની તપાસ પીએસઆઈ કે.કે. ચાવડા અને તેમની ટીમને સોંપવામાં આવી છે. તેઓ હવે આરોપી મહિલા પાસેથી વધુ માહિતી મેળવી ગાંજાનો પુરવઠો ક્યાંથી આવે છે, કોણ કોણ લોકો તેમાં સંકળાયેલા છે અને આ નેટવર્ક કેટલું વ્યાપક છે તે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ સતત જાગૃત બની કામગીરી કરી રહી છે. શહેરમાં વધતા જતા નશાના પ્રસારને અટકાવવા માટે પોલીસ દ્વારા આવા દરોડાઓ આગળ પણ ચાલુ રહેશે તેવું જણાવાયું છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
ગુજરાત

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

Editor By Editor 5 days ago
CNGના ભાવ વધતા ગુજરાન ચલાવવું મુશ્કેલ ભાડા વધારો આપવા રિક્ષા ચાલકોની માંગ
લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા
જેતપુર પાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર બેસી પતિદેવો દ્વારા વહિવટ
જાફરાબાદના બાબરકોટમાં ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ સામે રોષ !
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?